કોલકાત્તા, તા.૧૪
પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ભારત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી પાંચ વન-ડે મેચોની સિરીઝ જીતશે પણ તેમણે કહ્યું કે પ્રવાસી ટીમ વિરૂદ્ધ પ-૦ના વ્હાઈટવોશની સંભાવના ખૂબ જ ઓછી છે. ગાંગુલીએ કહ્યું કે સ્વદેશમાં ભારતને હરાવવું ઘણું મુશ્કેલ છે. ભારત જીતશે પણ પ-૦ (જેવું કે શ્રીલંકા વિરૂદ્ધ થયું) કદાચ સંભવ નથી. કારણ કે ઓસ્ટ્રલિયા ઘણી મજબૂત ટીમ છે. સાથે જ તેમણે પસંદગીકારોની સરેરાશ નીતિનું પણ સમર્થન કર્યું છે. વિશ્વકપ ર૦૧૯ને જોતા આ સારૂં પગલું છે. આપણી પાસે તૈયારીનો પૂરતો સમય છે. બધાને તક મળશે ટીમ તૈયાર કરવા માટે. તમને આની જ જરૂર છે. ગાંગુલીએ જો કે કહ્યું કે ભારતના સર્વશ્રેષ્ઠ મેચ વિનરોમાં સામેલ યુવરાજસિંહની કારકિર્દી હજી સમાપ્ત થઈ નથી. જો તે સંઘર્ષ કરવાનું ચાલુ રાખશે તો પુનરાગમન કરી શકે છે.