નવી દિલ્હી, તા.૪
ભારતના પૂર્વ ઓપનર સહેવાગે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ખેલાડી આગામી વર્ષે હરાજીમાં લોભામણા આઈપીએલ કરારને લઈ વધારે ચિંતિત છે. જેણે તેમને ભારત વિરૂદ્ધ હાલમાં વન-ડે સિરીઝમાં ૧-૪ની હાર દરમ્યાન યજમાન ટીમના ખેલાડીઓ વિરૂદ્ધ સ્લેજિંગ કરતા રોક્યા. સહેવાગે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ખેલાડી આગામી વર્ષે યોજાનારી આઈપીએલની મોટી હરાજીના કારણે ડરેલા છે. જો તેઓ વન-ડે સિરીઝમાં ભારતીય ખેલાડીઓ વિરૂદ્ધ સ્લેજિંગ કરતા તો ભારતીય ફ્રેન્ચાઈઝી માલિક ઓસ્ટ્રેલિયન ખેલાડી પર મોટી બોલી લગાવતા પહેલાં વિચારી શકતા હતા. સહેવાગે કહ્યું કે ઓસી. ટીમ સ્ટીવ સ્મિથ અને વોર્નર પર વધારે નિર્ભર છે. જે તેમને દબાણમાં લાવે છે. તેણે કહ્યું કે મને લાગે છે કે ઓસી ટીમ દબાણમાં રમી રહી છે. કારણ કે હવે તેમની પાસે તેના મહાન ખેલાડી નથી. તેમની ટીમ બે અથવા ત્રણ ખેલાડીઓ ઉપર નિર્ભર છે. વોર્નર, સ્મિથ અને ફિન્ચ.