સિડની, તા.૧૧

ઓસ્ટ્રેલિયાએ પોતાના ખેલાડીઓને આઈપીએલથી દૂર રાખવા માટે તેમણે લોભામણા કરારની ઓફર કરી છે. સિડની મોર્નિંગ હેરાલ્ડની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સીએના કાર્યકારી મહાપ્રબંધક પેટ હાવર્ડે એવા સમયે આ ઓફર કરી છે જ્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સંઘની નવા કરારને લઈ સીએ સાથે વિવાદ થયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પોતાના ખેલાડીઓને એપ્રિલ-મેમાં ફીટ અને ફ્રેશ રાખવા માંગે છે જ્યારે આઈપીએલ તેજ દરમ્યાન રમાય છે.

ટેસ્ટ કપ્તાન સ્ટીવ સ્મિથ ડેવિડ વોર્નર૪ મિશેલ સ્ટાર્ક, હેઝલવુડ અને કમીન્સ આ ઓફરને લઈ ઉત્સાહિત નથી. એવું કહેવાય છે કે સીએને ખેલાડીઓને આ કરાર ઉપર રાજી કરવા માટે મોટી ચૂકવણી કરવી પડશે કારણ કે સ્મિથ અને વોર્નર જેવા ખેલાડી આઈપીએલમાંથી વર્ષના ૧૦ લાખ ડોલરથી વધારે કમાય છે વોર્નરની સીએ સાથે રિટેનર ફી ર૦ લાખ ડોલર છે પણ આઈપીએલમાં આગામી ત્રણ વર્ષમાં જ તે એક કરોડ ડોલર કમાઈ શકે છે.