સિડની, તા.ર
ઓસ્ટ્રેલિયાના કપ્તાન સ્ટીવ સ્મિથે કહ્યું કે ખેલાડીઓ અને મેનેજમેન્ટ વચ્ચે કરાર વિવાદ લગભગ અટકવાની તેને ખુશી છે પણ તેણે ચેતવણી આપી કે નવો કરાર થયા બાદ જ ટીમ આ મહિને બાંગ્લાદેશ પ્રવાસે જશે જૂનના અંતમાં કરાર સમાપ્ત થયા બાદથી લગભગ ર૩૦ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેરોજગાર થઈ જશે. નવા કોન્ટ્રાકટ પર મહિનાથી ચાલી રહેલી તકરાર હવે સમાપ્ત થતી દેખાઈ રહી છે. સ્મિથે કહ્યું કે હજુ કરાર થયો નથી. હજુ અમુક બાબતો નક્કી કરવાની બાકી છે. અમે આ દિશામાં આગળ વધી રહ્યાં છે. તેણે કહ્યું કે મે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે કરાર થયા બાદ જ અમે ૧૮ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા બાંગ્લાદેશ પ્રવાસે જઈશું.