ડેવિડ વોર્નરના ઝંઝાવતી ૧૩૦ રન થયા

સિડની,તા. ૨૨

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રમાયેલી ચોથી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન ઉપર ૮૬ રને જીત મેળવી હતી. આની સાથે જ પાંચ વનડે મેચોની શ્રેણી ઓસ્ટ્રેલિયાએ ૩-૧થી જીતી લીધી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ડેવિડ વોર્નરની મેન ઓફ દ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. વોર્નરે આ મેચમાં ૧૧૯ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા  સાથે ૧૩૦ રન ફટકાર્યા હતા જ્યારે મેક્સવેલે ૪૪ બોલમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૭૮ રન બનાવ્યા હતા. કેપ્ટન સ્મિથે ૪૯ અને ટ્રેવર હેડે ૩૬ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા જેથી ઓસ્ટ્રેલિયાએ ૩૫૩ રનનો જંગી જુમલો ખડક્યો હતો. જીતવા માટેના ૩૫૪ રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની ટીમ ૨૬૭ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાન તરફથી સર્જિલે સૌથી વધુ ૭૪ રન કર્યા હતા જ્યારે શોએબ મલિકે ૪૭ અને હાફીઝે ૪૦ રન બનાવ્યા હતા.  આ અગાઉ પર્થના વાકા ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ૧૯મી જાન્યુઆરીના દિવસે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન ઉપર સાત વિકેટે જીત મેળવીને શ્રેણીમાં ૨-૧ની મહત્વની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૨૬૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી આ રન બનાવી લીધા હતા. પાંચ ઓવર ફેંકવાની બાકી હતી ત્યારે જ ઓસ્ટ્રેલિયાએ આ રન બનાવી લઇને ત્રીજી વનડે મેચ જીતી લીધી હતી.

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

ખ્વાજા   કો. રિઝવાન બો.

હસનઅલી            ૩૮

વોર્નર કો. રિઝવાન

બો. હસનઅલી    ૧૩૦

સ્મિથ એલબી

બો. હસનઅલી    ૪૯

હેડ કો. શોએબ

બો. આમીર           ૫૧

મેક્સવેલ કો.સર્જિલ

બો. હસનઅલી    ૭૮

વાડે કો. વસીમ બો. હસનઆલી      ૦૫

સ્ટાર્ક અણનમ      ૦૦

વધારાના              ૧૦

(૫૦ ઓવરમાં ૬ વિકેટે)૩૫૩

પતન  : ૧-૯૨, ૨-૨૧૨, ૩-૨૧૩, ૪-૩૧૩, ૫-૩૩૯, ૬-૩૫૩.

બોલિંગ : હાફીઝ : ૯-૦-૫૪-૦, આમીર : ૧૦-૦-૭૫-૧, જુનેદ : ૧૦-૦-૮૨-૦, હસનઅલી : ૧૦-૧-૫૨-૫, વસીમ : ૯-૦-૫૯-૦, શોએબ : ૨-૦-૧૩-૦

પાકિસ્તાન ઇનિંગ્સ

અઝહરઅલી કો. સ્મિથ

બો. હેઝલવુડ       ૦૭

સર્જિલ કો. વોર્નર

બો. ઝંપા               ૭૪

બાબર આઝમ     કો. હેઝલવુડ બો. હેડ         ૩૧

હાફીજ કો. સબ બો. ઝંડા   ૪૦

શોએબ કો. વોર્નર બો. હેડ૪૭

ઉંમર અકમલ કો. કમિન્સ

બો. સ્ટાર્ક               ૧૧

રિઝવાન એલબી

બો. ઝંપા               ૧૦

વસીમ કો. વાડે

બો. હેઝલવુડ       ૨૫

આમીર કો. વાડે

બો. કમિન્સ           ૦૫

હસનઅલી અણનમ           ૦૮

જુનેદ બો. હેઝલવુડ           ૦૦

વધારાના              ૦૯

કુલ         (૪૩.૫ ઓવરમાં ઓલઆઉટ)        ૨૬૭

પતન  : ૧-૧૫, ૨-૮૮, ૩-૧૧૯, ૪-૧૮૩, ૫-૨૧૫, ૬-૨૧૮, ૭-૨૪૫, ૮-૨૫૨, ૯-૨૬૭, ૧૦-૨૬૭.

બોલિંગ : સ્ટાર્ક : ૭-૦-૪૨-૧, હેઝલવુડ : ૮.૫-૦-૫૪-૩, કમિન્સ : ૮-૦-૪૫-૧, હેડ : ૧૦-૦-૬૬-૨, ઝંપા : ૧૦-૦-૫૫-૩.

 

વોર્નરની સદી

રન         ૧૩૦

બોલ       ૧૧૯

ચોગ્ગા   ૧૧

છગ્ગા     ૦૨

સ્ટ્રાઇકરેટ             ૧૦૯.૨૪

મિનિટ    ૧૫૫