(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૪
ઉછીના આપેલા રૂપિયાની માગણી કરતા રિક્ષા ચાલકે યુવકની હત્યા કરતા રાંદેર પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
રાંદેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકા ઘનશ્યામનગરમાં રહેતા આદિત્ય કાલીપ્રસાદ ઠાકોરે આરોપી રિક્ષાચાલક નવજાત ઉર્ફે રીન્કુ હરિશચંદ્ર સરોજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના દીકરાએ આરોપી નવજાતને રૂપિયા પાંચ હજાર ઉછીના આખા હતા જેની માંગણી કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ રિક્ષામાંથી લોખંડની પાઈપ કાઢી ફરિયાદીના દીકરાના માથાના ભાગે ફટકારી મોત નીપજાવી નાસી ગયો હતો. રાંદેર પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી રિક્ષા ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.