(એજન્સી) ભોપાલ, તા.ર૦
મધ્યપ્રદેશના જબલપુર હાઈકોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રીઓને એક મહિનાના સમયમાં સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ અપાયો છે. આ આદેશ મુખ્ય ન્યાયાધીશ હેમંતકુમાર ગુપ્તા અને ન્યાયાધીશ એ.કે. શ્રીવાસ્તવની પીઠ દ્વારા મંગળવારે આ આદેશ અપાયો હતો. આ આદેશ એક જનહિતની અરજીની સુનાવણી બાદ અપાયો હતો. જેમાં અરજીકર્તાએ દાવો કર્યો હતો કે પૂર્વ મુખ્યમંત્રીઓને આજીવન આવાસ અને અન્ય સુવિધાઓ આપવાનો નિર્ણય કાયદાની વિરૂદ્ધ છે અને તે લોકોના પૈસાનો દુરૂપયોગ છે. આ નિર્ણય બાદ પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, કૈલાશ, જોશી તેમજ કોંગ્રેસના દિગ્વિજયસિંહને સરકારી આવાસ ખાલી કરવા જણાવાયું છે. નોંધનીય છે કે આ અંગે સુપ્રીમ કોર્ટમાં પણ કેસની સુનાવણી થઈ રહી છે.