(એજન્સી) નવી દિલ્હી, તા.૯
રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના એક મૂળ પક્ષકારો સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરી તાત્કાલિક સુનાવણીની માગણી કરી. સુપ્રીમ કોર્ટની સીજેઆઈ રંજન ગોગોઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચે કહ્યું કે અમે આ બાબતે વિચારણા કરીશું. ગોગઈએ પક્ષકાર ગોપાલ સિંઘ વિશારદને કહ્યું કે તમે અગ્રક્રમે લેવાય એ પ્રમાણે અરજી દાખલ કરો જેથી તાત્કાલિક સુનાવણી માટે વિચારણા કરી શકાય. અરજદારે સુપ્રીમકોર્ટ સમક્ષ રજૂઆત કરી જણાવ્યું કેે જેમ કે વિવાદના ઉકેલ માટે જે મધ્યસ્થી પેનલની રચના કરાઈ હતી એમની કામગીરીમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. ૧૦મી મેએ સુપ્રીમકોર્ટે પેનલની વિનંતીથી મધ્યસ્થી માટે તો સમય વધારો ૧પમી ઓગસ્ટ સુધી કરાયો હતો. જેથી વિવાદનો ઉકેલ લાવી શકાય. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે જો મધ્યસ્થીઓ ઉકેલ બાબતે આશાવાદ ધરાવતા હોય તો સમય વધારી આપવામાં કોઈ વાંધો નથી. પાંચ જજોની બેંચે જેમણે સમય વધારી આપ્યો હતો એમાં ગોગોઈ પણ હતા.
મધ્યસ્થી પેનલમાં સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજ કલીફુલ્લા ધર્મગુરૂ રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચું છે. એ બધા પક્ષકારો સાથે વાતચીત કરી રહ્યા છે જેથી કોઈ નિર્ણય કરી શકાય. આ જમીન વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. હિન્દુઓ અને મુસ્લિમો બંને આ જમીન ઉપર પોતાનો અધિકાર હોવાના દાવાઓ કરી રહ્યા છે.