ઉડુપી, તા. ૨૪
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધ્યક્ષ અને ભાજપની સમકક્ષ વિચારધારા ધરાવતા મોહન ભાગવતે આજે અયોધ્યા ખાતેની વિવાદિત જગ્યા પર રામ મંદિરની તરફેણ કરી હતી અને જણાવ્યું હતું કે આ વિવાદાસ્પદ સ્થળે ફક્ત મંદિર જ બનશે બીજું કાંઇ નહીં. મંદિરોના શહેર ઉડુપીમાં સમગ્ર દેશમાંથી આવેલા સાધુ સંતો, મઠોના પ્રમુખો અને વિશ્વ હિંદુ પરિષદના નેતાઓ ૨૦૦૦ લોકો સમક્ષ ધર્મસંસદને સંબોધતા જણાવ્યું હતું કે, તેમાં કોઇ બે મત નથી કે, અયોધ્યામાં રામ મંદિર બનશે. અમે રામ મંદિર બનાવીશંુ. આ લોકો માટેની ફક્ત જાહેરાત નથી પરંતુ અમારી શ્રદ્ધા છે અને તેમાં કોઇ પરિવર્તન નહીં આવે. મોહન ભાગવતે કહ્યું કે, ઘણા વર્ષોની મહેનત અને કુરબાનીઓ બાદ રામ મંદિર બનાવવાનું કામ હવે શક્ય બની શકે છે જ્યારે તેમણે એમ પણ કહ્યું કે, આ મુદ્દો કોર્ટમાં પડતર છે. મોહન ભાગવતે જણાવ્યંુ કે, વિવાદાસ્પદ સ્થળ પર ફક્ત રામ મંદિર જ બનશે બીજું કાંઇ નહીં. ભગવાન રામના જન્મસ્થળની માન્યતાને કારણે જ અહીં રામ મંદિર બનાવવામાં આવશે. જે સ્થળેથી પહેલા રામને હટાવી દેવાયા હતા તે જ સ્થળ પર રામ મંદિર બનશે અને જે લોકોએ ૨૫ વર્ષ પહેલા રામ જન્મભૂમિ ચળવળ ચલાવી હતી તેમની દોરવણી હેઠળ જ પથ્થરો પણ નખાશે. પરંતુ મંદિર બનાવવા માટે લોકોને જાગૃતકરવા જરૂરી છે. આ મુદ્દે અમારા લક્ષ્યાંકને પાર પાડવાની ઘણા નજીક છીએ અને વધારે સાવચેત બન્યા છીએ. વીએચપીના ત્રણ દિવસના કન્વેન્શનમાં રામ મંદિરનુુ નિર્માણ, ધર્મપરિવર્તનને રોકવા અને ગાયની સુરક્ષાના મુદ્દા ચર્ચાશે. આયોજકોએ જણાવ્યું હતું કે, હિંદુ સમાજમાં સૌહાર્દ નક્કી કરવા માટે જાતિ અને લિંગ આધારિત મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે.
અયોધ્યા ખાતે ફક્ત રામ મંદિર બીજું કાંઇ જ નહીં : સંઘ પ્રમુખ

Recent Comments