(એજન્સી) તા.૧
સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ, એક માનવ અધિકાર સંસ્થા જે કોમવાદ અને કોમી ભેદભાવ વિરૂદ્ધ નબળા વર્ગના લોકોને કાયદાકીય સહાય પૂરી પાડે છે. એ હવે રામજન્મભૂમિ વિવાદમાં પક્ષકાર તરીકે જોડાઈ આ મુદ્દાને ઉકેલવાના પ્રયાસો કરવા ઈચ્છે છે. આ કેસમાં સમાજના ઘણા બધા ક્ષેત્રના લોકો જોડાયા છે.
સીજેપી સુપ્રીમકોર્ટને વિનંતી કરી રહી છે કે કોર્ટે આ મામલાને એક સામાન્ય મિલકતના વિવાદની જેમ નહીં જોવું જોઈએ એના બદલે આ મિલકત સાથે ધાર્મિક બાબતો જોડાયેલ છે. આ જમીનના અધિકારો સાથે લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખી ચુકાદો આપવો જોઈએ. સીજેપીએ કોર્ટને વિનંતી કરી કે કેસનો સંજ્ઞાન લેતી વખતે અયોધ્યા શબ્દના અર્થને પણ ધ્યાનમાં લેવું જોઈએ. અયોધ્યામાં બે શબ્દો મુખ્ય છે. ‘એ’ જેનો અર્થ છે વિના અને બીજો શબ્દ છે ‘યુદ્ધ’. અર્થાત મુદ્દા વિનાની શાંતિ. અયોધ્યાનો અસ્તિત્વ એ મુજબનો છે. બન્ને કોમોમાં યુદ્ધ વિનાની શાંતિ સાથે અયોધ્યાનું અસ્તિત્વ હોવું જોઈએ. આ સંઘર્ષે શાંતિપ્રિય લોકો અને અંતરાત્મા ધરાવતા નાગરિકોને બંધક બનાવ્યો છે. એના માટે અમે વિનંતી કરીએ છીએ છે કે આ વિવાદને સામાન્ય મિલકતનો દાવો ગણવો જોઈએ નહીં. કેસમાં દરમિયાનગીરી કરનાર ત્રણ ડઝનથી પણ વધુ ભારતીય નાગરિકો છે. જેમાં શ્યામ બેનેગલ, અપર્ણા સેન, ઓમ થાન્વી, આર.બી.શ્રીકુમાર, આનંદ પટવર્ધન, ગણેશ દેવી, મેઘા પાટકર, અરૂણા રોય, અનિલ ધારકર, તિસ્તા સેતલવાડ, જોય સેન ગુપ્તા, સાચરસ ગુઝદેર, રામ રહમાન, સોહેલી હાશ્મી, એમ.કે.રૈના અને ડૉ.લલિતા નાઈક. તિસ્તા સેતલવાડે જણાવ્યું કે આ કેસના ચુકાદા પછી હિંસાત્મક ઘટનાઓ પણ બની છે. જેનાથી આપણી લોકશાહીને પણ અસર થઈ શકે છે. પહેલાં પણ આ વિવાદ માટે હિંસાઓ થઈ ચૂકી છે. વધુ હિંસા નહીં થાય એ માટે બન્ને કોમની શાંતિપ્રિય લોકોએ આગળ આવી આ મામલાનો સુખદ અંત આવે એ પ્રયાસો કરવા જોઈએ. આ મામલો ભારતની આત્મા સાથે જોડાયેલ છે. સીજેપીએ ૧લી ડિસેમ્બરે સુપ્રીમકોર્ટમાં દરમિયાનગીરી કરવા અરજી દાખલ કરી છે. કેસની સુનાવણી પમી ડિસેમ્બરથી શરૂ થનાર છે. દરમિયાનમાં એમણે ઈન્ટરનેટ ઉપર પોતાની વેબસાઈટ ઉપર પિટિશન મૂકી છે અને બધા શાંતિપ્રિય નાગરિકોને આની ઉપર સહી કરવા વિનંતી કરી છે. જેનો ઉદ્દેશ્ય અયોધ્યામાં શાંતિ સ્થાપિત કરવાનો છે. સીજેપીએ પોતાની વેબસાઈટ પણ જણાવી છે. ુુુ.ખ્તર્.ખ્તિ. ૈહ઼ીટ્ઠષ્ઠી-ૈહ-ર્ટ્ઠેઙ્ઘરઅટ્ઠ.