(એજન્સી) નાગપુર, તા.૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે, અયોધ્યામાં માત્ર રામમંદિરનું નિર્માણ કરશે. ભાગવતનું આ નિવેદન વડાપ્રધાન મોદી દ્વારા સૂચન બાદ એક દિવસ પછી આપ્યું. વડાપ્રધાન મોદીએ ન્યૂઝ એજન્સી સાથે મુલાકાતમાં કહ્યું હતું કે, ન્યાયિક પ્રક્રિયા પૂરી થયા બાદ રામમંદિર અંગે વટહુકમ અંગે કોઈપણ નિર્ણય લઈ શકાય. કેન્દ્ર પોતાની જવાબદારી હર સંભવ પ્રયાસ કરશે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું હતું કે, રામમંદિર માટે અદાલતના નિર્ણયની લાંબો સમય રાહ જોઈ શકાય નહીં. તે માટે વટહુકમ એકમાત્ર માર્ગ છે. લોકસભાની ચૂંટણી માટે થોડાક જ મહિના બાકી છે. ત્યારબાદ આચારસંહિતા લાગુ થશે. તે અંગે મોહન ભાગવતે કહ્યું કે, અમને ભગવાન રાજા પર વિશ્વાસ છે. તેઓ સમય બદલવામાં બહુ સમય લેતા નથી. સંઘ પ્રમુખ ભાગવતે નાગપુરમાં એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, સંઘ મંદિર મુદ્દે મહાસચિવ ભૈયાજી જોશી દ્વારા અપાયેલ નિવેદન પર કાયમ છે. ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, પ્રજા અને સત્તામાં મોજૂદ લોકો ચાહે છે કે, અયોધ્યામાં વિવાદિત સ્થળે રામમંદિર બને.