અમદાવાદ, તા.૧૬
ખેડૂતોના વિરોધ પ્રદર્શન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે નર્મદા ડેમમાં પ્રમાણમાં ઓછું પાણી હતું. મધ્યપ્રદેશ, ગુજરાત બધે વરસાદની અછત છે. એવા સંજોગોમાં પણ અમારી સરકારે સારો પ્રયત્ન કરી અમે પૂરતું પાણી આપવાનો પ્રયત્ન કર્યો. લાખો ખેડૂતોનો પાક બચાવવા માટે અમે સફળતાપૂર્વક આયોજન કર્યું. પીવાનું પાણી પણ આખા વર્ષ માટે અનામત રાખ્યું છે એટલે તેની ચિંતા નથી. ખેડૂતોને મદદ કરવા માટે વધેલા ટેકાના ભાવે ખરીદી કરવાની કૃષિ વિભાગ અને પુરવઠા વિભાગ આવતીકાલથી શરૂ કરવાની હતી એટલે જ તેમણે દેખાડો કરવા આ નાટક આદર્યું છે. કોંગ્રેસવાળા માંગે કે ના માંગે અમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. કોંગ્રેસ ખાલી બોલે છે અમે કરી બતાવીએ છીએ.
લાખો ખેડૂતોનો પાક બચાવવા અમે સફળતાપૂર્વક આયોજન કર્યું

Recent Comments