હૈદરાબાદ, તા.૨૯
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (એચસીએ) વિરુદ્ધ તાજેતરમાં ભયંકર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેના અનુસંધાનમાં એક પત્રકારે આ એસોસિએશનના નવા પ્રમુખ મોહમ્મદ અઝહરૂદ્દીનને પૂછ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘મારા એસોસિએશનની ગવર્નિંગ બોડી સામેના ભ્રષ્ટાચારના કથિત આક્ષેપો વિશે હું હમણાં નહીં બોલું. ૬ ડિસેમ્બરે હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સિરીઝની પ્રથમ ટી-ટ્વેન્ટી મેચ રમાવાની છે અને એ પૂરી થઈ ગયા પછી હું બોલીશ.’
ભારતીય બેટ્સમેન અંબાતી રાયડુએ તાજેતરમાં આ એસોસિએશનમાં ‘બેકાબૂ ભ્રષ્ટાચાર’ હોવાનો આક્ષેપ કર્યો હતો અને અઝહરૂદ્દીનને વહીવટમાં પેધી ગયેલા ભ્રષ્ટ હોદ્દેદારોથી પોતાને અલગ કરી નાખવાની અને વહીવટતંત્રમાં જે ‘મેલ’ જામી ગયો છે એ સાફ કરવાની અરજ કરી હતી.
૬ ડિસેમ્બરની ટી-ટ્વેન્ટી મેચ અઝહરૂદ્દીનની વહીવટકાર તરીકેની પહેલી જ મેચ છે.
અઝહરૂદ્દીન ભ્રષ્ટાચારના આરોપો વિશે ટ્વેન્ટી-ર૦ મેચ બાદ બોલશે

Recent Comments