(એજન્સી) તા.૧૮
તાજેતરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી ર૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને સમર્થનનું વચન આપનાર યોગગુરૂ બાબા રામદવે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધીની પ્રશંસા કરી હતી એક ન્યુઝ ચેનલ સાથે વાતચીત કરતા બાબા રામદેવે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી નિયમિત રીતે યોગ કરે છે અને રાહુલ ગાંધી અને તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. સંપર્ક ફોર સમર્થન અભિયાનના ભાગરૂપે બાબા રામદેવની મુલાકાત પછી અમિત શાહે કહ્યું હતું કે બાબા રામદેવને મળવાનો અર્થ થાય છે. લાખો લોકોને મળવું. તેમણે આવનારી ચૂંટણીઓમાં અમને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે.