દુબઈ, તા.૫
પાકિસ્તાનના બાબર આઝમે ટ્‌વેન્ટી-ર૦માં સૌથી ઝડપી એક હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે ર૬ મેચની ર૬મી ઈનિંગમાં પોતાના એક હજાર રન પૂરા કર્યા. બાબર પહેલા ટ્‌વેન્ટી-ર૦માં સૌથી ઝડપી હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતીય કપ્તાન વિરાટ કોહલીના નામે હતો. વિરાટે ર૯ મેચની ર૭મી ઈનિંગમાં પોતાના એક હજાર રન પૂરા કર્યા હતા. બાબતે રવિવારે દુબઈમાં ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ટ્‌વેન્ટી-ર૦માં પ૮ બોલમાં ૭૯ રન બનાવ્યા હતા. પાકિસ્તાનની બેટિંગ દરમ્યાન ૧રમી ઓવરના ચોથા બોલે બાબરે એક હજાર રનના આંકડાને સ્પર્શ કર્યો. ફર્ગ્યુસનના બોલે એક રન લઈ તે ટ્‌વેન્ટી-ર૦માં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર બેટસમેન બની ગયો. બાબરે એક હજાર ટ્‌વેન્ટી-ર૦ રન બનાવવા માટે પદાર્પણ બાદ બે વર્ષ પ૮ દિવસનો સમય લીધો. આ મેચમાં પાકિસ્તાને ર૦ ઓવરમાં ૩ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમ ૧૧૯ રનમાં સમેટાઈ ગઈ.