(એજન્સી) તા.૬
બાબરી મસ્જિદ શહીદ કરવાની વરસી નિમિત્તે અયોધ્યાને અભેદ સુરક્ષા ઘેરામાં તબદીલ કરી દેવામાં આવી છે. મેજિસ્ટ્રેટની તૈનાતી કરીને સુરક્ષાની કમાન આરએએફ, પોલીસ અને પીએસસીના હવાલે કરી દેવાઇ છે. અયોધ્યામાં શાંતિ અને સુરક્ષાને ધ્યાને રાખીને પ્રમુખ સ્થળો તેમજ ભીડભાડવાળા સ્થળોએ સુરક્ષા જવાનોની ખાસ નજર છે. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અયોધ્યામાં બાબરી મસ્જિદની શહાદતની વરસી નિમિત્તે જુદા જુદા સંગઠનો દ્વારા જુદા જુદા આયોજન કરવામાં આવ્યા છે. બાબરી એકશન કમિટીએ યૌમ-એ-ગમનું કાર્યક્રમ આપ્યો છે. તો વિશ્વ હિન્દુ પરીષદ સહિત અન્ય હિન્દુવાદી સંગઠનો શૌર્ય દિવસ મનાવી રહ્યા છે. તંત્રએ સ્પષ્ટ કર્યુ છે કે દર્શન અને પૂજન પર કોઇ રોક નથી. પરંતુ સુરક્ષા અને શાંતિ સાથે છેડછાડ સ્વીકાર કરાશે નહીં.