(એજન્સી) નવી દિલ્હી, તા.૬
અયોધ્યામાં બાબરી મસ્જિદના પુનઃ નિર્માણ માટેની સમિતિએ દિલ્હીમાં જંતર-મંતર ખાતે દેખાવો યોજ્યા હતા. તેમણે કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારશે. અખિલ ભારતીય બાબરી મસ્જિદ પુનઃ નિર્માણ કમિટીના પ્રમુખ મોહંમદ યુનુસે આરોપ મૂક્યો છે કે મુસ્લિમો હિન્દુઓ કરતા વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે છતાં તેઓ શાંતિ અને કોમી એખલાસ ઈચ્છે છે. આ મુદ્દે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આવેદનપત્ર અપાયું છે. અમે સમયબદ્ધ અને પૂર્ણ ચુકાદો ઈચ્છીએ છીએ, સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવે તમામ મુસ્લિમ વર્ગોએ સ્વીકારી લેવો જોઈએ. આપણે શાંતિપ્રિય લોકો છીએ. ઝનૂની તત્ત્વો દ્વારા આપણને ખોટા ચીતરવામાં આવે છે. તેમણે કોમી એકતાના નારા લગાવી સમયસર ચુકાદાની ઈચ્છા વ્યક્ત કરી હતી.