(એજન્સી) અયોધ્યા, તા.૬
અયોધ્યામાં કલમ ૧૪૪ લાગુ કરાઈ હોવા છતાં સરયુ નદીના તટે હિન્દુ મહાસભાએ પ્રાર્થના અને ધાર્મિક વિધિ યોજી હતી. બાબરી મસ્જિદ શહીદી દિને અયોધ્યામાં ૧૪૪મી કલમ લાગુ કરાઈ હતી. તેમ છતાં હિન્દુ સંગઠનોના કાર્યકરોએ એકઠા થઈ પોલીસની હાજરીમાં ધાર્મિક વિધિ યોજી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આજે શૌર્ય દિવસ ઉજવ્યો હતો. જ્યારે મુસ્લિમ સમાજે યાઉમે ગમ દિવસ ઉજવ્યો હતો. રાજ્ય તંત્રએ પોલીસના રપ૦૦ જવાનો અયોધ્યામાં ખડકી દીધા હતા. આજે વિવિધ રાજકીય પક્ષોએ ર૬ વર્ષ પહેલાંની ઘટના અંગે પ્રતિક્રિયાઓ આપી હતી. એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ વિધ્વંશને એક ઠંડા કલેજાનું કાવત્રું બતાવ્યું હતું. ર૩ વર્ષની મારી ઉંમર હતી ત્યારે બાબરી મસ્જિદ શહીદ થઈ હતી. જે ભૂલી શકાય તેમ નથી. કોમ આ ઘટનાના પડછાયા હેઠળ ઉછરી રહી છે. તેઓ ન્યાય જોશે. ૧૯૯રમાં બાબરી મસ્જિદને હિન્દુ સંગઠનોએ શહીદ કરી હતી.