(એજન્સી) નવી દિલ્હી, તા.ર
બાબરી મસ્જિદ રામ જન્મભૂમિ વિવાદને અદાલતની બહાર સમાધાન કરવાના તાજેતરના પ્રયાસો બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે સ્પષ્ટતા કરી કે તે પોતાના આ વલણ પર કાયમ છે કે બાબરી મસ્જિદની જગ્યા કયામત સુધી આસમાનથી જમીન સુધી મસ્જિદના અધિકારમાં છે અને વિવાદ માટે સુપ્રીમકોર્ટનો નિર્ણય તેમને મંજૂર હશે. બોર્ડ દ્વારા જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પોતાના આ વલણ પર કાયમ છે કે બાબરી મસ્જિદનું સ્થાન આસામનથી જમીન સુધી કયામત સુધી મસ્જિદના હુકમમાં છે અને આજે પણ બોર્ડ એ વાત પર જ અડગ છે. બોર્ડનો આ સર્વસંમતિ નિર્ણય છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય મુસ્લિમ પર્સનલ લો બોર્ડને મંજૂર હશે. નિવેદન અનુસાર મુસ્લિમ પર્સનલ લો બોર્ડના મહાસચિવ મૌલાના મોહમ્મદ વલી રહેમાની સાહેબે આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર સાથેની વાતચીતના સમાચારને પાયાવિહોણા ગણાવીને કહ્યું કે આ સમયે જે વાતો મુસ્લિમ પર્સનલ લો બોર્ડને જવાબદાર ઠેરવીને કરવામાં આવી રહી છે. ક્યાંકને ક્યાંક આ કોઈ કાવતરૂં છે. તેમણે કહ્યું કે હિન્દુ ધર્મના આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર સાથે ફોન અથવા સામસામે કોઈ વાતચીત નથી થઈ એ વાત ખૂબ જ પાયાવિહોણી છે. તેનો હકીકત સાથે કોઈ લેવાદેવા નથી. ઉલ્લખેનીય છે કે જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહેમદ બુખારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કેટલાક સભ્ય બાબરી મસ્જિદના કેસને ષડયંત્ર હેઠળ નબળો પાડી ચૂક્યા છે. તેમણે બોર્ડને એ સ્પષ્ટ કરવા કહ્યું હતું કે બોર્ડના મહાસચિવ અને શ્રીશ્રી રવિશંકર વચ્ચે કઈ વાતો થઈ છે. ઉલ્લેખનીય છે કે રવિશંકર પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ બાબરી મસ્જિદ વિવાદનો અદાલતની બહાર ઉકેલ લાવવા માટે બોર્ડના સભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે.
બાબરી મસ્જિદની જગ્યા આસમાનથી જમીન સુધી, કયામત સુધી મસ્જિદ જ રહેશે : મુસ્લિમ પર્સનલ લો બોર્ડ

Recent Comments