(એજન્સી) સિમલા, તા.૧પ
હિમાચલપ્રદેશના સોલેનમાં ગઈકાલે હોટલ ધરાશાયી થતાં ૧૪ લોકોનાં મોત થયા છે જેમાં ૧ર જેટલા જવાનો સામેલ છે. ત્રણ માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ત્યારે જવાનો હોટલમાં ભોજન કરી રહ્યા હતા. બચાવદળે ૩૬ લોકોને બચાવ્યા છે. હજુ કાટમાળ નીચે ઘણા લોકો દટાયેલા હોવાનું અનુમાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે ડગશાઈટકેન્ટના આસામ રાઈફલ્સના જવાનો સડક નજીક હોટલમાં ભોજન લઈ રહ્યા હતા. ત્યારે અચાનક ત્રણ માળની હોટલ ધરાશાયી થઈ હતી જેમાં ૧૩ જવાનો સહિત ૧૪નાં દટાઈ જવાથી મોત થયા હતા. હોટલમાં ૩૦ જવાનો સહિત ૪ર લોકો હાજર હતા. રાહત ટીમને ૧૪ શબ મળી આવ્યા છે. રાહત કામગીરી સમાપ્તીના આરે પહોંચી હોવાનું એનડીઆરએફની ટીમે જણાવ્યું હતું. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. રેસ્ટોરન્ટના માલિક સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો. હોટલ ધરાશાયી થવાનું કારણ તપાસ બાદ ખબર પડશે જે મહિલા મોતને ભેટીને રેસ્ટોરન્ટના માલિકની પત્ની હતી. નાયબ કમિશનર કેસી ચમને જણાવ્યું હતું કે ૪ર લોક દટાઈ ગયા હતા જેમાંથી ૧૭ જવાનો અને ૧૧ નાગરિકોને બચાવી લેવાયા હતા. હોટલ માલિક સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. એક ઈજાગ્રસ્ત જવાને કહ્યું કે જ્યારે ઈમારત ધરાશાયી થઈ ત્યારે તેમાં ૩પ જેટલા સૈન્યના જવાનો હતા. ૩૦ જેટલા જેસીઓ હતા. સીઆરપીએફ અને સેનાના જવાનોએ બચાવ કામગીરી ચલાવી હતી તેમજ એનડીઆરએફની બે ટીમો કામે લગાડાઈ હતી.
હિમાચલપ્રદેશમાં ઈમારત ધરાશાયી થવાના બનાવમાં ૧૩ સૈનિકો સહિત કુલ ૧૪નાં મોત, બચાવ કામગીરી સમાપ્ત

Recent Comments