નવા-એ-સુબાહગાહીને જિગર ખૂન કર દિયા મેરા
ખુદાયા જિસ ખતાકી યે સઝા હૈ, વોહ ખતા ક્યા હૈ – અલ્લામા ઈકબાલ

લાલચી અને નિર્દયી તસ્કરો દ્વારા મનુષ્યો અને પ્રાણીઓ બંને પર આચરવામાં આવતી ક્રૂરતા એ તેમનો સામાન્ય સ્વભાવ છે. તેઓ દ્વારા કોઈપણ પ્રકારના પશ્ચાતાપ વગર નિર્દોષ લોકો સામે જૂઠ્ઠું બોલીને તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે અને તેમને કોઈ અજાણ્યા સ્થળે જવા માટે હોડીઓમાં મૃતઃપ્રાય અવસ્થામાં છોડી દેવામાં આવે છે. અફઘાનિસ્તાન, સિરિયા, પેલેસ્ટીન અને બર્મામાંથી દરરોજ સ્થળાંતર કરતાં મુસ્લિમો સાથે પણ કંઈક આવું જ બને છે. મોતના એક મુખમાંથી નીકળીને બીજા મુખમાં પ્રવેશવું તે જ તેમનું નસીબ છે.
પ્રથમ તસવીરમાં ઈગુઆના (એક જાતની ગરોળી) નામની ગરોળી જોવા મળી રહી છે. આ ગરોળીઓના મુખ્યત્વે બે પ્રકાર છે. એક ગ્રીન ઈગુઆના અને બીજો લેસર એન્ટીલેન ઈગુઆના. ગ્રીન ઈગુઆનાએ લોકપ્રિય છે તથા તેને પાળવામાં પણ આવે છે જ્યારે લેસર એન્ટીલેન ઈગુઆના લુપ્ત થવાને આરે છે. આ ગરોળીઓ મુખ્યત્વે મેક્સિકો, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા અને કેરેબિયનના ઉષ્ણકટિબંધિય વિસ્તારોમાં જોવા મળે છે. આ ગ્રીન ઈગુઆના ૮૧ જેટલા બચ્ચાઓને સેન જોસની એક હોટલમાં એક બોક્સમાં ભરીને રાખવામાં આવ્યા હતા. જેને કોસ્ટારિકાના રાષ્ટ્રીય પોલીસ દળના અધિકારીઓએ બચાવી લીધા હતા. ત્યારબાદ ગ્રીન ઈગુઆના બચ્ચાઓથી ભરેલા આ બોક્સને સેન જોસના પર્યાવરણ મંત્રાલયના કાર્યાલયમાં મોકલવામાં આવ્યું હતું.
દ્વિતિય તસવીરમાં ઈન્ડોનેશિયા અને મલેશિયન સત્તાધીશો દ્વારા ૪ બોટોમાંથી બચાવી લેવામાં આવેલા ર૦૦૦ રોહિંગ્યા મુસ્લિમ સ્થળાંતરિતો જોવા મળી રહ્યાં છે. મનુષ્યોથી ખીચો-ખીચ ભરેલુ આ વહાણ જ્યારે ઈન્ડોનેશિયાના આચેહ પ્રાંતના દરિયાકિનારે પહોંચ્યું ત્યારે તેમના પર તોળાતુ અકસ્માતનું જોખમ ટળ્યું. હાલ તો મલેશિયા અને ઈન્ડોનેશિયા બોટ માફરતે સ્થળાંતર કરીને આવેલા આ ૭૦૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમોને આશ્રય આપવા માટે સહમત થયા છે.