અમરેલી, તા.૯
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં દીપડાના હાહાકારથી ગ્રામજનો ફફડાટમાં રાત્રીઓ વિતાવી રહ્યા છે. ત્યારે જંગલખાતા દ્વારા દીપડાને પકડવા છેલ્લા બે દિવસથી રેસ્ક્યુ કરવા મથામણ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી માનવભક્ષી દીપડો પકડથી દૂર છે. બગસરા પંથકમાં જંગલખાતા દ્વારા દીપડાને પકડવા કે ઠાર કરવા હાથ ધરાયેલ ઓપરેશનમાં દરમ્યાન કુતુહલતા પૂર્વક ટોળા વળી ઓપેરશનમાં કોઈ વિઘ્ન પેદા ના કરે તેવી ખાસ જરૂરી વિનંતી કરવામાં આવી છે. ગામમાં દીપડો ઘૂસી જાય અને ગ્રામજનો પોતાના ઘરમાંથી બહાર નીકળી ટોળું કરે તો ફાયરિંગ કેમ કરવું ? જેથી કોઈનો જીવ ના જાય તેથી જંગલખાતાના અધિકારીઓને પોતાના કામમાં અડચણરૂપ ન થવા ખાસ તાકીદ કરી છે. આજે સવારે બગસરાના રફાળા ગામે ત્રણ વર્ષની બાળાને દીપડાએ ફાડી ખાધા હોવાના એક વર્ષ જૂના એક ટીવી ચેનલના સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જંગલખાતું ધંધે લાગ્યું હતું. આ અંગે મીડિયા દ્વારા જંગલખાતાના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરી તથ્ય જાણતા ફેક હોવાનું સામે આવ્યું હતું.
બગસરા પંથકમાં માનવભક્ષી દીપડો હજુ પણ જંગલખાતાની પકડથી દૂર

Recent Comments