અમરેલી, તા.૨૨
બગસરામાં પાણી પૂરીનો ધંધો કરતા પરિવારના ઘરનો ગેસનો બાટલો લીક હોવાના કારણે ચૂલો સળગાવા જતા આગ લાગતા ભાઈ બહેન ગંભીર રીતે દાજી જતા બહેનનું સારવારમાં મોત થયું હતું જ્યારે ભાઈની સારવાર હેઠળ રખાયો છે.
આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર બગસરામાં ગોકુલપરામાં રહેતા અને પાણીપુરીના વ્યવસાય સાથે સાંકળયેલ રવી ઉર્ફે રાગેવેદ્‌ન મંગળી પ્રશાદ વિશ્વકર્મા તેના ઘરનું કરિયાણું લેવા ગયેલ ત્યારે તેની નાની બહેન આરતી (ઉં.વ.૧૮) અને તેનો નાનો ભાઈ વિવેક (ઉં.વ.૨૦)નો ઘરે હાજર હતા અને આરતીએ ગેસ ચાલુ કરતા અચાનક આગ લાગી હતી અને બંને ભાઈ બહેન ગંભીર રીતે દાજી ગયા હતા. જેમાં પ્રથમ બગસરા સારવાર આપી વધુ સારવાર માટે અમરેલી ખસડેલ જ્યાં આરતીનું સારવાર દરમ્યાન મોત થયું હતું જ્યારે વિવેકની સારવાર શરૂ છે. બનાવ અંગે રવિ ઉર્ફે રાઘવેદ્‌નએ પોલીસમાં જણવ્યું હતું કે ગેસનો બાટલો લીક હોવાથી ગેસનો ચૂલો શરૂ કરવા જતાં આગ લાગી હતી.