અમરેલી, તા.૧૪
બગસરા ખાતે આજે પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી અને ભાજપના નેતા તેમજ કાર્યકરોએ બગસરામાં મહાસંપર્ક યાત્રા લઈને ગયા ત્યારે પાટીદાર મહિલાઓએ તેમની રેલીમાં થાળી અને વેલણ વગાડી વિરોધ કરતા પોલીસે પાટીદાર મહિલાઓની અટકાયત કરતા પાટીદાર મહિલાઓ ગુસ્સે ભરાઈ હતી અને પોલીસ સ્ટેશનમાં જ દિલીપ સંઘાણી અને ભાજપ ‘હાય હાય’ના નારા લગાવી વિરોધ કરતા ભારે ખળભળાટ મચાવ્યો હતો જ્યારે હાર્દિક પટેલને સરદાર પટેલ સાથે સરખાવવાના શક્તિસિંહ ગોહિલના બયાનને લઇ ભાજપના કાર્યકરોએ શક્તિસિંહના પૂતળાનું દહન કર્યું હતું.