(એજન્સી) મુંબઈ, તા.૧૭
અંતિમ મુઘલ શાસક બહાદુરશાહ ઝફરના વંશજોએ શહેરોના નામ બદલવાના નવા ટ્રેન્ડ પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેને ‘ગંદા રાજકારણ’ના ભાગ હોવાનો કરાર આપ્યો છે. બહાદુર શાહ ઝફરના વંશજ જીનત મહલ શેખે પત્રકારોને જણાવ્યું કે, જે રીતે અલ્હાબાદ અને મુગલસરાયનું નામ બદલી નાંખવામાં આવ્યું છે તે બાબત દર્શાવી રહી છે કે આપણા દેશનું રાજકારણ ક્યાં જઈ રહ્યું છે. આ જ રીતે કાલે કોઈ પોતાનું રાજકારણ ચમકાવવા માટે શું આપણા દેશનું નામ પણ બદલી નાખશે ? જીનત મહલ, બહાદુરશાહ ઝફરના પ્રપૌત્ર મિર્ઝા મોહમ્મદ બદરની પુત્રી છે. જેમનું ઘણાં સમય પહેલાં મૃત્યુ થઈ ચૂક્યું છે, જીનતના પરિવારમાં તેમની ચાર બહેનો અને તેમની માતા સુલ્તાના બેગમ છે. સુલતાના કોલકાતામાં રહીને એક ચાની દુકાન ચલાવતા હતા, ત્યારબાદ સરકારે તેમને ૬૦૦૦ રૂપિયા પ્રતિમાસ પેન્શન આપવાનું શરૂ કરી દીધું. અંતિમ મુગલ શાસક બહાદુર શાહ ઝફરે ૧૮૩૭-પ૭ સુધી શાસન કર્યું. ૧૮પ૭ની ક્રાંતિ દરમિયાન બ્રિટિશ શાસને તેમને દેશનિકાલ કરી તેમને બર્મા (હવે મ્યાનમાર)માં મોકલી દીધા હતા. જ્યાં લગભગ પ વર્ષ બાદ તેમનું મોત નિપજ્યું હતું.