(સંવાદાતા દ્વારા) સુરત, તા. ૨
હાલ વરસાદની મોસમ હોય રોગચાળાને નિયંત્રિક કરવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે એક્શન મોડમાં આવી, શહેરભરમાં આરોગ્યને લગતી કાર્યવાહી શરૂ કરતાં ખાણી-પીણીની સંસ્થાઓમાં ફફડાટ ફેલાયો છે. વેસુ ખાતેની સંસ્થાઓમાં તપાસ કાયર્વાહી કર્યા બાદ આજે સુરત રેલ્વે સ્ટેશન અને સિટીલાઇટના પોશ વિસ્તારની હોટલો તેમજ ખાણી પીણીની સંસ્થાઓના ચેકિંગ માટે આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી હતી.જેમાં લાયસન્સ વિનાની સંસ્થાઓ બંધ કરાવવા, જ્યારે બિનઆરોગ્યપ્રદ સંસ્થાઓને નોટિસ ફટકારી દંડનીય કાયર્વાહી કરવાના આદેશો અપાયા હોવાનું જાણવા મળે છે. સુરત મહાનગરપાલિકાના ડે. કિમ. હેલ્થ એન્ડ હોસ્પિટલ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ વધુમાં અન્ય ખાણી – પીણી વેચતાં, સ્ટોલ્સ, વિગેરેનું પણ સધન ચેકિંગ હાથ ધરાશે. વાનગીઓ કે તેને બચાવવા માટે વપરાતું મટિરીયલ્સ જો બિનઆરોગ્યપ્રદ હશે તો તેનો નાશ કરી સંચાલક વિરુદ્વ કાર્યવાહી હાથ ધરાશે. આ સાથે જ ગંદકીને લગતું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે, જેમાં સંચાલકોને નોટિસ આપવા ઉપરાંત વહીવટી ચાર્જ તરીકે વસૂલવા સહિતના પગલા ભરવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યભરમાં આરોગ્યને લઇને કડક કાર્યવાહી થઈ રહી છે.
સુરત મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવતાં ખાણીપીણી બજારોમાં ફફડાટ

Recent Comments