કિંગદાઓ, તા.૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ચીનના કિંગદાઓ શહેરમાં ચીની પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહકારના તમામ પાસાઓ પર ચર્ચા કરી હતી. મિટીંગ પહેલા બંને નેતાઓ મળ્યા હતા. પોતાના સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે ભારત અને ચીનના મજબૂત અને સ્થિર સંબંધોથી દુનિયાને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. મોદીએ વુહાનમાં તે પહેલા થયેલી અનૌપચારિક મુલાકાતની યાદ તાજી કરી હતી. છ સપ્તાહ બાદ જ બંને નેતાઓ ફરી એકવાર મળ્યા છે. મોદી અહીં એસસીઓની બેઠકમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. આ બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ચીન પહોંચ્યા છે. મોદી ૧૮માં શાંધાઈ સહયોગ સંગઠન સંમલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. આજે મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા અને દ્વિપક્ષીય બેઠક યોજી હતી. જિનપિંગ સાથે મુલાકાત પહેલા મોદી એસસીઓના સેક્રટરી જનરલ રાશિદ અલિમોવને પણ મળ્યા ઉલ્લેખનીય છે કે, સમિટમાં પહેલીવાર ભારત-પાક સભ્ય તરીકે સામેલ થયા છે.મોદીનો દોઢ મહિનામાં આ બીજો ચીન પ્રવાસ છે તે એપ્રિલમાં અનૌપચારિક બેઠક માટે ચીન ગયા હતા મોદી સંમેલન સમયમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ૪ અન્ય દેશોના રાષ્ટ્રધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે એસસીઓની મુખ્ય બેઠક ૧૦ જૂને થશે ઈરાનના પ્રમુખ હસન રુહાનની નિરક્ષિક દેશોના રાષ્ટ્રધ્યક્ષ તરીકે સમિટીમાં ભાગ લઈ રહ્યા છે. અમેરિકા સાથે ડીલ તૂટયા બાદ અહીં ઈરાન પરમાણુ કાર્યક્રમને ચીન, રશિયા અને ભારત ટેકો પણ આપી શકે છે. વિદેશ મંત્રાલય પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે મોદી અને શિ જિનપિંગ વુહાનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ થયોે કે નહિં તેનું નિરિક્ષણ કરી રહ્યા છે. એસસીઓ સભ્યો દેશોની પાસે યુરેશિયાન દેશોની ૬૦ ટકા જમીન છે આ ૮ દેશોમા દૂનિયાની અંદાજે ૫૦ ટકા વસ્તી રહે છે. તેના સભ્ય દેશો પાસે દૂનિયાની અંદાજે ૨૦ ટકા જીડીપી છે ચીનમાં ચોથી વખત આ સમિટ થઈ રહી છે એસસીઓના દેશ આ વખતે એક નવા સંબંધની પહેલ કરી શકે છે, જેનો આશ્ય ન જોડતોડ ન વિવાદ અને ન કોઈ ત્રીજા દેશ વિરુધ કોઈ પગલું ઉઠાવવું છે. શાંધાઈ સહયોગ સંગઠનની સ્થાપના ૨૦૦૧માં રશિયા, ચીન, કિર્ગીસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પ્રમુખોએ કરી હતા રચના દેશોે વચ્ચે રાજકીય, અને સૈન્ય સહયોગ માટે કરાઈ હતા ભારત-પાકિસ્તાનને ગયા વર્ષે સભ્યપદ મળ્યું હતું.