(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૨૧
સુરત જિલલાના પલસાણા તાલુકા ખાતે આવેલ વણેસા ગામના લુહાર ફળિયામાં લેઉવા પાટીદારના ખેડૂત પુત્રએ અઢી વર્ષના માસૂમ પુત્રને મીંઢોળા નદીમાં ફેંકી દીધો હોવાની પ્રાથમિક માહિતીના આધારે પોલીસ અને ફાયર બ્રિગેડે પાંચ-પાંચ દિવસ સુધી બાળકને શોધવા માટે પ્રયાસો કર્યા બાદ પણ બાળક ન મળી આવતા પોલીસે પિતા પર શંકા રાખી અન્ય દિશામાં તપાસ શરૂ કરી છે. જાકે, પોલીસની કડક પૂછપરછ બાદ પણ બાળકના પિતાએ એક જ રટણ ચાલુ રાખ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુમાં પલસાણા પોલીસ મથકના પીએસઆઈ કંડોરિયાએ જણાવ્યું હતું કે, ગત તા. ૧૫મી જુલાઈના રોજ પલસાણા-વણેસા ગામના લુહાર ફળિયામાં રહેતા નિશિત રાજેન્દ્રભાઈ પટેલ પોતાના અઢી વર્ષના બાળકને બારડોલી મીંઢોળા નદીમાં ફેંકી દીધુ હોવાની વાત પોલીસને કર્યા બાદ સુરત ફાયર બ્રિગેડના ૧૦ થી ૧૨ કર્મચારીની ટીમ પાંચ- પાંચ દિવસ સુધી લગાતા શોધખોળ કરી હતી, પરંતુ ફાયર બ્રિગેડને સફળતા ન મળતા પોલીસે અન્ય દિશામાં પણ તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.