(એજન્સી) લખનૌ, તા.ર૩
મધ્યપ્રદેશના સિંગરોલીમાં ઉગ્ર બનેલ ટોળાએ કથિતરૂપે બાળકનું અપહરણ કરવાની શંકામાં એક મહિલાની ઢોર માર મારી હત્યા નિપજાવી દીધી. પોલીસે આ મામલે કાર્યવાહીમાં ૧૨ની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ, મૃતક મહિલાની ઉંમર રપ વર્ષ જણાવવામાં આવી છે અને હજુ સુધી તેના શબની ઓળખ થઈ શકી નથી. સિંગરોલી એસપી ઈકબાલે કહ્યું કે, એક અફવાને પગલે મહિલાની હત્યા કરવામાં આવી છે. પોલીસ અનુસાર, પ્રથમ દૃષ્ટિએ સ્થાનિકોએ બાળ તસ્કરીની શંકામાં પીડિત મહિલાની પૂછપરછ કરી હશે. ત્યારબાદ ઢોરમાર મારીને હત્યા નિપજાવવામાં આવી હશે. અહેવાલ મુજબ મોરવા ક્ષેત્રના વન વિભાગની એક નર્સરી પાસેથી મહિલાનું શબ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે ડઝનબંધ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. એસપીએ જણાવ્યું કે, એમાંથી ૧૨ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના લોકોની શોધ ચાલી રહી છે.

રાહુલ-કોંગ્રેસે મોદી-રક્ષામંત્રી વિરુદ્ધ ખોટા આક્ષેપ કર્યા : ભાજપ

ભાજપના ચાર સાંસદ- નિશિકાંત દુબે, અનુરાગ ઠાકુર, દુષ્યંત સિંહ અને પ્રહલાદ જોશીએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર હનનની નોટિસ આપી છે. આ સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ પર સંસદને ગુમરાહ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપ સાંસદોનું કહેવું છે કે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સિતારમન વિરુદ્ધ ‘ખોટા’ આક્ષેપ લગાવીને ગૃહને ‘ગુમરાહ’ કર્યું છે.