સુરત, તા.૧૯
દિવાળીના તહેવારને ગણતરીને દિવસો બાકી રહ્યાં છે ત્યારે તમામ ઝોનમાંથી રોડ ડિવાઇડરો, સર્કલો, ઓફિસોના રંગરોગાન માટે કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ આ કલરકામ કરવામાં બાળ મજૂરોને કામ પર લગાડાયા હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ ઘટના સુરતના પૂણા અર્ચના સ્કૂલ રોડ પાસેની છે.
બાળકની હાલત જોઇને દયા આવી જાય તેવી સ્થિતિ છે. બાળક આખા શરીર પર ઓઈલ પેઇન્ટથી રંગાયેલો દેખાય છે. કોન્ટ્રાક્ટરને આરોગ્ય અંગે કોઈ દરકાર રાખી ન હતી. કોઇ માસ્ક કે હેન્ડ ગ્લોઝ પણ અપાયા ન હતા.
આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કોંગ્રેસના સુરેશ સુહાગિયાને આ અંગે ધ્યાન પર આવતાં મોબાઈલમાં વીડિયો બનાવ્યો. બાળમજૂરે તેનું નામ મોહંમદ સરવર અને ૧૪ વર્ષ હોવાનું જણાવ્યું છે. કાયદાનું ઉલ્લંઘન કરી બાળકોની મજૂરીનો વીડિયો વાયરલ થયો છે.