(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
ઓસ્ટિયોપોરોસિસ એ એવો રોગ છે જેનાથી હાડકાની મજબૂતાઈ ઓછી થઈ જવાથી હાડકા બરડ થઈ જાય છે. આથી હાડકા પર થોડુંક પણ દબાણ આવવાથી કે માર વાગવાથી હાડકાનું ફ્રેંકચર થવાની સંભાવના રહેલી છે. ખાસ કરીને મણકાં, થાપા, કાંડામાં ઓસ્ટિયોપોરોસિસની સૌથી વધારે અસર થાય છે. ઓસ્ટિયોપોરોસિસ મોટોભાગે ૬૦ વર્ષ ઉપરની ઉંમરની વ્યકિતઓમાં થતો રોગ છે. આથી આ રોગની સારવાર કરતા તેને થતો અટકાવવો વધારે જરૂરી છે. એકવાર ઓસ્ટિયોપોરોસિસ થવાની શરૂઆત થયા બાદ નિષ્ણાંત તબીબોની સલાહ, માર્ગદર્શન અને સારવારથી આ રોગને વધતો અટકાવી શકાય છે. આ અંગે અમદાવાદના ડ્રાઈવઈન રોડ, હેલ્મેટ સર્કલ સામે રૂદ્ર આર્કેડમાં લીવવેલ હોસ્પિટલ ધરાવતા ડો. હિતેષ પટેલના જણાવ્યા મુજબ ઓસ્ટિયોપોરોસિસ રોકવા કે મટાડવા અનેક મેડિકલ ટ્રીટમેન્ટ અને દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગને થતો અટકાવવો એ રોગની સારવાર કરતા પણ ખૂબ જ મહત્વનું છે. એ માટે બાળપણથી જ યોગ્ય જીવનશૈલી, કસરત અને પોષણ લેવાથી આ રોગ થતો અટકાવી શકાય છે. બાળપણથી હાડકાનું નિર્માણ થાય અને યુવાનીમાં જેટલું અસ્થિદળ અને બોનમાસ એકત્ર કરી લીધું હોય અને તેનો ઘસારો ઓછો થયો હોય તેટલી ફ્રેંકચર થવાની શકયતા ઓછી રહેલી છે.
હાડકાના વિકાસમાં કેલ્શિયમ, વિટામીન-સી, ડી અને પ્રોટીનનો ફાળો અગત્યનો છે. આથી બાળકને બજારમાં મળતા પડીકાઓ અપાવવા કરતા સમતોલ આહાર, દૂધ અને દૂધની બનાવટો, કઠોળ આપવામાં આવે તો પૂરતા પ્રમાણમાં પોષકતત્વો મળી રહે છે.
ઓસ્ટિયોપોરોસિસના કારણે મુખ્યત્વે મણકાં, થાપાના હાડકા અને કાંડાનું ફ્રેંકચર થતું હોય છે. તેમાંય થાપાંના હાડકાનું ફ્રેંકચર ખૂબ તકલીફદાયક હોય છે. આ ફ્રેંકચરની સારવારમાં મોટોભાગે ઓપરેશનની જરૂર પડે છે. ઉપરાંત મણકાંના ફ્રેંકચર પણ સામાન્ય હોય છે. જેનાથી કમરમાં દુખાવો, ઉઠવા-બેસવા અને ચાલવામાં તકલીફ કમર ઝૂકી જવી, વ્યસ્તિની ઉંચાઈમાં ઘટાડો થવો એ મણકાંના ફ્રેંકચરના લક્ષણો છે. આથી અમુક કિસ્સાઓમાં કાયફોપ્લાસ્ટી અથવા વર્ટીેબ્રો પ્લાસ્ટી જેવા ઓપરેશનની જરૂર પડે છે. આવતીકાલે ર૦ ઓકટોબર વર્લ્ડ ઓસ્ટિયોપોરોસિસ ડે છે ત્યારે ડો. હિતેષ પટેલ લોકોને એક જ સલાહ આપે છે, પ્રિવેન્શન ઈઝ ઓલવેઝ બેટર ધેન કયોર, આથી આ રોગને થતો અટકાવવા અત્યારથી જ બાળકો પ્રત્યે કાળજી રાખવી જોઈએ.
બાળકોને શરૂઆતથી જ સમતોલ આહાર આપવાથી ઓસ્ટિયોપોરોસિસથી બચાવી શકાય

Recent Comments