(સંવાદદાતા દ્વારા) પાવીજેતપુર, તા.૨૧
પાવીજેતપુર તાલુકામાં ભેંસાવહી પ્રાથમિક શાળાના બે બાળકો બપોરે બે ની રીસેસમાં પૈસા વાપરવા ગયા હતા ત્યારે એક ઈકો ગાડી આવી બંને બાળકોને જબરજસ્તી કારમાં બેસાડી ત્યાંથી ભાગી ગયા હતા આ બંને બાળકોના કપડા ધરોલીયા ના સુમસામ વિસ્તારમાં આ બંને બાળકોના કપડાં બદલાવતા હતા તે સમયે બાળકો હિંમત કરીને ત્યાંથી નાસી છૂટતાખેતરોમાં થઈ બોડેલી મુકામે પહોંચ્યા હતા જ્યાં બે છાત્રો પૈકી એકના મામાને ગેરેજ ઉપર જઈને સાચી વિગત વિસ્તારથીજણાવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી પ્રાથમિક શાળાના ધોરણ-૮માં માં અભ્યાસ કરતા અરૂણભાઇ વિજય રાઠવા મૂળ રહેવાસી વદેશીયા, તાલુકો પાવીજેતપુર તેમજ ધોરણ ૭ માં અભ્યાસ કરતા છાત્ર ચિરાગભાઈરમેશભાઈરાઠવા મૂળ રહેવાસી લીંબાણી, તાલુકો પાવીજેતપુર આ બંને વિદ્યાર્થીઓ ભેસાવહી જૈન છાત્રાલયમાં રહી ભેંસાવહી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય જેઓ બપોરે બે ની રીસેસમાં શાળા થી થોડે દુર આવેલ એક દુકાને ગયા હતા. જ્યાંથી પરત આવતી વેળાએ આ બન્ને છાત્રોનુંઈકો ગાડી વાળા એ રૂપિયા દસ આપી વિમલ લાવી આપવા જણાવ્યું હતું .બન્ને છાત્રોએ વિમલ આપવા જતાં તેઓને આ ઈકો ગાડીમાં સવાર ત્રણ અજાણ્યા ઈસમોએ ગાડીમાં ખેંચી લીધા હતા બાળકોએ બૂમાબૂમ કરતા તેઓના મોઢા દબાવી દેવામાં આવ્યા હતા. અને ધરોલીયા ગામે સુમસામ જગ્યાએ લઈ જઈ કપડા બદલાવતા હતા તે સમયે આ બંને વિદ્યાર્થીઓ મોકો જોઇ હિંમત કરી ત્યાંથી ખેતરોમાં જીવ બચાવીભાગ્યા હતા અને એ ઈકો માં કાળા કલરનાજભભાવાળા બે ઇસમો તેઓની પાછળ દોડ્યા હતા પરંતુ દુર ખેતરો માં કેટલાક માણસો કામ કરતા જોયા હોય તેથીબાળકોઉઠાવનારાઈકો ગાડીમાં બેસી ભાગી ગયા હતા.જ્યારેખેતરોમાં જીવ બચાવી ભાગીબંનેબાળકો હેમખેમ સાંજે ૭ વાગ્યાની આસપાસ બોડેલી નજીક આવી પહોંચ્યા હતા આમ તેમ ફાંફા મારી તેઓ ના મામા જે ગેરેજમાં કામ કરે છે તેના ગેરેજ પાસે ૮ વાગ્યે આવી પહોંચ્યા હતા. જ્યાં ગેરેજ માં કામ કરતા બન્ને છાત્રોનાપૈકીના એક ના મામાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી જે જાણી છાત્રના મામા તેમજ ઉપસ્થિત અન્ય ઈસમોડઘાઈ ગયા હતા. તાત્કાલિક વાલી તેમજ આચાર્ય ને જાણ થતાં બોડેલી મુકામે પોહચ્યાં હતા. બાળકોને તેઓને હવાલે કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બન્ને છાત્રોઅરૂણરાઠવા અને ચિરાગ રાઠવાએ જણાવી છે. આ અંગે કોઇ પોલીસ ફરિયાદ થઇ નથી તેમ જાણવા મળે છે.