(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૪
ગોત્રી રોડ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની કિશોરી ઉપર પડોશી શખ્સે એક મહિલાની મદદથી અવારનવાર બળાત્કાર ગુજારી મારી નાખવાની ધમકી આપતા કિશોરીની માતાએ શખ્સ તથા તેની પત્ની વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં આજે ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના ગોત્રી રોડ પર આવેલ ક્રિસ્ટલ પ્રમુખ ફલેટમાં રહેતાં જગદીશ ઠાકોર અને તેની પત્ની અનિતા ઠાકોરે મુળ લીમડી ગામ, જિ. સુરેન્દ્રનગર ની પડોશમાં રહેતી કિશોરીને પોતાના ફલેટમાં જમવાનાં બહાને બોલાવી તેની સાથે જગદીશે મિત્રતા કેળવી હતી. વોટસ અપ પર પ્રેમનાં મેસેજ મોકલી કિશોરીને પોતાની જાળમાં ફસાવી હતી. અવારનવાર પોતાના ઘરમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. ગભરાઇ ગયેલ કિશોરીએ બનાવની જાણ ુપોતાની માતાને કરતાં માતાએ ઠાકોર દંપતિ વિરુદ્ધ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.