(એજન્સી) મુંબઈ,તા.ર૪
વરિષ્ઠ અભિનેતા નસીરૂદ્દીન શાહનું કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર કેસની ઘટનાઓ અંગે મોટું નિવેદન સામે આવ્યું કે તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સમાજની વિચિત્ર અને ભયાનક સ્થિતિ છે કે દોષિતોની જગ્યાએ યુવતીઓ શરમ અનુભવી રહી છે. આવી ભયાવહ ઘટનાઓ હંમેશા ઘટતી જ રહે છે પરંતુ હવે તેનો રિપોર્ટ વધુ કરાઈ રહ્યો છે કે જે એક સારી બાબત છે રવિવારે અખબારમાં મેં એક ખૂબ જ સારી વાત વાંચી
એક યુવા બળાત્કાર પીડિતા કહી રહી હતી કે આખરે અમે શા માટે પોતાનો ચહેરો અને નામ છુપાવીએ જે લોકો આવા ગુનાઓ કરે છે તેમણે પોતાના ચહેરા છુપાવવા જોઈએ. તેમણે કહ્યું કે જો આવી ઘટનાઓ ભયાવહ છે, તો તેનો પણ રિપોર્ટ થવો જોઈએ અને તેમના વિશે પણ વાત થવી જોઈએ. હકીકતમાં નસીરૂદ્દીન શાહે પોતાની નવી ફિલ્મ ‘હોપ ઔર હમ’નું ટ્રેલર લોન્ચ કર્યું હતું. આ દરમ્યાન દેશમાં વધતી બળાત્કારની ઘટનાઓ વિશે તેમનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેમણે કહ્યું કે આવી ઘટનાઓ ભયાવહ છે. પરંતુ દોષિતોની જગ્યાએ યુવતીઓને શરમ અનુભતી જોવી તે વધુ ભયાવહ છે.