International

બાલીમાં જ્વાળામુખી વિસ્ફોટના પગલે ૪૦,૦૦૦ લોકોનું સ્થળાંતર, એરપોર્ટ બંધ કરાતાં હજારો મુસાફરો અટવાયા

(એજન્સી) ઈન્ડોનેશિયા, તા.ર૭
ઈન્ડોનેશિયાના દ્વિપ બાલીમાં કોઈ પણ સમયે ભિષણ જ્વાળામુખી ફાટી નીકળવાની સોમવારે ચેતાવણી આપવામાં આવી હતી જેને પગલે લગભગ ૪૦,૦૦૦ જેટલા લોકો સ્થળાંતર કરી ગયા છે. જોખમકારક ઝોન જાહેર કરાયા બાદ હવાઈમથક અને ઉડ્ડયનો બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા છે. માઉન્ટ આગુંગમાં ગત સપ્તાહથી જ્વાળામુખીની ત્રણ કિલોમીટર ઊંચી લપેટો જોવા મળતી હતી. જેમાં લગાતાર રાખ નીકળી રહી છે અને વિસ્ફોટકો પણ થઈ રહ્યા હતા. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ એજન્સી અનુસાર, આ મોટું વિસ્ફોટ થવાનું સંકેત હોઈ શકે છે. પર્યટન સ્થળ કુટાના કિનારાથી ૭.પ કિલોમીટર દૂર આંગુંગની સીમા વધારીને ૧૦ કિલોમીટર કરી દેવામાં આવી છે. એજન્સી પ્રવક્તાએ જકાર્તા ખાતે ન્યુઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે જોખમી જોન રર ગામડાઓને અને ૯૦ હજારથી એક લોકોને પ્રભાવિત કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ૪૦,૦૦૦થી વધુ લોકોએ પોતાનું ઘર છોડી સલામત સ્થળે સ્થળાંતર કર્યું છે. હજારો લોકો હજુ પણ પોતાનું ઘર છોડવા તૈયાર નથી. અધિકારીઓએ જણાવ્યું કે જરૂર પડ્યે અમે બળજબરીપૂર્વક સ્થળાંતર કરાવીશું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    વોશિંગ્ટનની ગાઝા નીતિને લઈને અમેરિકીવિદેશ વિભાગના કર્મચારીએ રાજીનામું આપ્યું

    (એજન્સી) વોશિંગ્ટન, તા.૨૮ગાઝા સહિતના…
    Read more
    International

    લેબેનોનના હિઝબુલ્લાહનું કહેવું છે કે, તેણેઇઝરાયેલના હુમલા પછી ડઝનબંધ રોકેટ ઝીંક્યા

    (એજન્સી) તા.૨૮લેબેનોનના હિઝબુલ્લાહે…
    Read more
    International

    લેબેનોનના સુન્ની લડાયક જૂથના વડાએ ઇઝરાયેલવિરુદ્ધ હિઝબુલ્લાહ સાથે જોડાણ કર્યું હોવાની પુષ્ટિ કરી

    ઈઝરાયેલ સામેની લડાઈમાં લેબેનોનના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.