(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૨૮
સોમનાથ-ભાવનગર ફોરટ્રેકની કામગીરીમાં સંપાદન કરેલી જમીનના વળતર સહિતના અનેક મુદ્દાઓ અને ફરિયાદોનોે નિકાલ કર્યા વગર બળજબરીથી ખેડૂતોની જમીનનો કબજો લેવા કરેલા પ્રયાસો સામે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી તથા કોન્ટ્રાકટરની મિલીભગતથી કોડીનારની મામલતદાર કચેરી ખાતે ખેડૂતોને માત્ર ૧૭થી ૧૮ કલાક પહેલાંજ એક નોટિસ કાઢી ફરિયાદનો નિકાલ કરવામાં માટેનાં એક નાટકનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે, ખેડૂતોના ફરિયાદોના મુદ્દા સામે ઉપસ્થિત અધિકારીઓએ માત્ર એવું જણાવ્યું હતું કે, મંત્રાલયમાંથી નક્કી થયા મુજબની કામગીરી કરવા માટેનો અમોને આદેશ છે. ત્યારે ખેડૂતોના વાસ્તવિક પ્રશ્નો મંત્રાલય સમજ રજૂ કરવાની તસ્દી ઉપસ્થિત ખેડૂતોને નેશનલ હાઈવે ઓથોરિટીએ એક નોટિસ પાઠવીને એવુ પણ જણાવ્યું હતું કે. જો તમારે જમીન ન આપવી હોય તો તમોએ જે રકમ લીધી છે. તે વ્યાજ સાથે પરત કરવી ત્યારે ખેડૂતો આ રકમ પરત કરવા તૈયાર થતા ઉપસ્થિત અધિકારીઓએ આ પત્ર અમારો નથી તેવું વરવુ પ્રદર્શન કર્યું હતું.
સરકાર દ્વારા સંપાદન હેઠળ જમીન સબંધે ધ.રાઈટ ટુ ફેર કોમ્પેન્સેશન એન્ડ-ટ્રાન્ફરન્સી ઈન લેન્ડ એક્વિઝેશન રિહેબીલીટીશન એન્ડ રિ સેટલમેન્ટ એક્ટ ૨૦૧૩ હેઠળ મુજબની પારદર્શક રીતે જમીનના યોગ્ય વ્યાજબી વળતર અને પુનઃવસનની કામગીરી થવી જોઈએ. તેના બદલે નેશલન હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને સદભાવના કોન્ટ્રાકટરોની મિલીભગત અને ભ્રષ્ટચારી નીતિ રીતીથી સંપાદનથી જમીન ગુમાવનારને જે એર્વોડ એનાયત કરવામાં આવે છે. તે હાસ્યપદ હોય છે તંત્ર દ્વારા પ્રતિ ચો.મી.ના રૂા.૧૦૦ લેખે ચૂકવાય છે આ ભાવથી તો આજે શાકભાજી પણ મળતી નથી. આ વળતરથી ખેડૂત અન્ય જગ્યાએ જમીન પણ મેળવી શકતો નથી. જેથી અનેક ખેડૂતોએ આરર્બિટ્રેશનમાં રજૂઆતો પણ કરેલી છે. તે ફરિયાદનો નિકાલ લાવવા માટે ખેડૂતો સાથે એક બેઠક કરવાનું થાય છે ત્યારે બેઠકમાં ઉપસ્થિત નેશનલ હાઈવે ઓથરિટીના પંકજકુમાર રોય અને સદ્‌ભાવના કોન્ટ્રાકટરોએ ખેડૂતોને એવુ કહી જણાવેલ કે અમોએ નિયમ મુજબ કામગીરી કરી છે અને મિનિસ્ટ્રી માંથી ઓર્ડર છે કે. કામ કરો ત્યારે ખેડૂતોના વ્યાજબી પ્રશ્નોને મિનિસ્ટ્રીમાં રજૂ કરવાની જેની જવાબદારી છે તેવા લોકો પોલીસ તંત્રનો ડર બતાવી બળજબરીથી જમીનનો કબજો લેવાની પેરવી કરતા ભારે આક્રોશ ફેલાયો હતો. સોમનાથ-ભાવનગર સુધીનો ફોરટ્રેકની ત્રણ વર્ષમાં કામગીરી પૂરી કરવાની થાય છે. તેના બદલે માત્ર ૨૦થી ૩૦ ટકા કામગીરી થઈ છે.
પરિણામે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકો ભારે પરેશાન છે. આ રોડ ઉપર અનેેક જગ્યાએ ડાયવર્ઝન મુક્યા છે. તેના નિયમ મુજબ સંજ્ઞા દર્શાવતા બોર્ડ મૂક્યા નથી. પરિણામે વારંવાર અક્સ્માતો થાય છે. ત્યારે રોડના કોન્ટ્રાકટરને કે, નેશનલ હાઈવે ઓથોરિટીને કોઈ જ નિયમ લાગુ પડતા નથી ? તેવો પ્રશ્ન પણ ઊઠ્યો છે.