(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧
શહેરના ઉમરા વિસ્તારમાં સંચાના કારીગરે પાંચ વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.રપમી નવેમ્બરના રોજ ઉમરા વિસ્તારમાં નવી બંધાતી બિલ્ડિંગના પહેલા માળે સંચાનો કારીગર છોટુ ઘોન્ડુ નિમજેએ પાંચ વર્ષની નેપાળી પરિવારની બાળકીને લઇ જઇ કપડા ઉતારી અડપલાં કરતો હોવાની ઘટના મામા જોઇ ગયા હતા. સમગ્ર ઘટનાની હકીકત મામાએ ઉમરા પોલીસ મથકમાં જણાવતા ઉમરા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઇ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ માટે લઇ ગયા હોવાનું જાણવા મળે છે. આરોપી છોટુ ઘોન્ડુએ કશું જ કયું ન હોવાનો બચાવ કર્યો હતો.