અમદાવાદ, તા.૨૪
બાળકીઓ પર અત્યાચારનો વધુ એક બનાવ શહેર પોલીસના ચોપડે નોંધાયો છે. આ બનાવમાં પોલીસે એક આધેડ સામે પોક્સો એક્ટ પ્રમાણે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક-એક ચાર વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા આધેડે શારીરિક અડપલાં કર્યા હતા. આધેડે બાળકી સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસે આ ગુનામાં અડપલા કરનાર દિલીપ રાજપૂત નામના આધેડ સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
બાળકીનો પરિવાર મૂળ પશ્ચિમ બંગાળનો છે, તેમજ પતિ અને પત્ની કારખાનામાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શુક્રવારે જ્યારે પતિ અને પત્ની બહાર ગયા હતા ત્યારે બાજુમાં રહેતા આધેડે બાળકી સાથે અડપલા કર્યા હતા.
પતિ-પત્ની નોકરી જતા હતા ત્યારે બાળકીની માતા તેની સારસંભાળ રાખતી હતી. શુક્રવારે બાળકીના દાદી ઘરમાં ચા બનાવી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા આધેડે બાળકીને તેના ઘરના રૂમમાં બંધ કરી દીધી હતી અને તેની સાથે દુષ્કૃત્ય કરવાનો પ્રયાસ કર્યા હતો. આધેડે બાળકીનાં કપડાં ઉતારી છેડછાડ કરી હતી. જો કે, બાળકીની ચીસ સાંભળીને તેના દાદી દોડી ગયા હતા અને બાળકી હવસનો શિકાર બનતા બચી ગઈ હતી.
બાળકીની દાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને હવસખોર આધેડને પકડી લીધો હતો. બાદમાં ૧૦૮ને જાણ કરીને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.