(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુજીસી) આજે એવી ભલામણ કરી હતી કે, બનારસ હિંદુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પોતાના નામો અનુસાર ધર્મનિરપેક્ષતાની છબિ દર્શાવતી નથી તેથી તેમણે પોતાની યુનિવર્સિટીઓમાંથી હિંદુ અને મુસ્લિમ જેવા નામોને બાકાત રાખવા જોઇએ. ૧૦ યુનિવર્સિટીઓમાં કથિત ગેરરીતિ અંગે આ સમિતિની રચના કરવામાં આવી હતી અને એમએમયુના ઓડિટ રિપોર્ટ બાદ આ ભલામણો આવી છે. અનામી પરિસ્થિતિઓ અંગે પેનલના સભ્યએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ભંડોળ મેળવતી યુનિવર્સિટીઓ ધર્મનિરપેક્ષ સંસ્થાઓ છે પરંતુ તેમના નામોમાં ધર્મ સાથે જોડાતા આ શબ્દો તેમની છબિ સાથે કોઇ સંબંધ ધરાવતા નથી.
આ યુનિવર્સિટીઓ સામાન્ય રીતે બનારસ અને અલીગઢ યુનિવર્સિટીઓ તરીકે ઓળખાવી જોઇએ અથવા તેમના સંસ્થાપકો દ્વારા તેમનું નામકરણ કરી નાખવામાં આવે તેમ પેનલે ભલામણ કરી હતી. એએમયુ અને બીએચયુ ઉપરાંત યુજીસી પોંડિચેરી યુનિવર્સિટી, અલાહાબાદ યુનિવર્સિટી, ઉત્તરાખંડની હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઝારખંડ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઝારખંડ, સેન્ટ્ર્લ યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ જમ્મુ, વર્ધામાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિંદી વિશ્વવિદ્યાલય, યુનિવર્સિટી ઓફ ત્રિપુરા અને મધ્યપ્રદેશની હરિસિંહ ગૌર યુનિવર્સિટીનો યુજીસી દ્વારા અપાતા ભંડોળમાં સમાવેશ થાય છે.
એએમયુ ધર્મનિરપેક્ષ, નામ નહીં મેરિટને આધારે પ્રવેશ મળે છે : એએમયુ પીઆરઓ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની પેનલે ભલામણ કરી છે કે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ શબ્દ અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદુ શબ્દ હટાવવામાં આવે. જે અંગે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ જણાવ્યંુ છે કે, એએમયુ હંમેશાથી ધર્મનિરપેક્ષ રહી છે આવાસમયે આ વિચાર વિરોધાભાસી છે. અલીગઢ મુસ્લમ યુનિવર્સિટીના પીઆરઓ મોહંમદ અસીમ સિદ્દીકીને ટાંકતા સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે, આ રિપોર્ટ અમે સવારે જ જોયો. યુનિવર્સિટી હંમેશાથી ધર્મનિરપેક્ષ રહી છે તો એવામાં આ ભલામણ વિરોધાભાસી છે. તેમણે એમ પણ કહ્યંંુ કે, આ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ધર્મના આધારે નહીં પરંતુ મેરિટના આધારે મળે છે. યુજીસી દ્વારા બનાવાયેલી પાંચ કમિટીઓમાંથી એકે આ ઓડિટ ૨૫ એપ્રિલના રોજ માનવ સંસાધન મંત્રાલયના કહેવા પર બનાવ્યો હતો. મંત્રાલય ૧૦ કેન્દ્રીય યુનિર્સિટીઓમાં અનિયમિતતાની ફરિયાદોની તપાસ કરવા માગતું હતું.
એએમયુ, બીએચયુના વૈકલ્પિક નામ રાખવા સરકારની કોઈ યોજના નથી કેન્દ્રીય મંત્રી જાવડેકરનો ખુલાસો
નવી દિલ્હી, તા. ૯
યુજીસીના બનારસ હિંદુ યુનિવર્સિટીના નામમાંથી હિંદુ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ શબ્દ હટાવવાની ભલામણ અંગે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારનો એવો કોઇ ઇરાદો નથી. સત્તાવાર સમાચાર એજન્સી સાથે વાત કરતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, એએમયુ અને બીએચયુના નામ બદલવામાં નહીં આવે અને એવો કોઇ પ્રસ્તાવ પણ નથી. ઉલ્લેખનીય છે કે, યુજીસી દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં ૧૧ યુનિવર્સિટીઓ સામેલ છે. વાસ્તવમાં આ તમામ યુનિવર્સિટીઓમાં અનિયમિતતાઓની વાત સામે આવી હતી જે બાદ તમામની તપાસના આદેશ અપાયા હતા. પ્રકાશ જાવડેકરે ત્યાં સુધી કહ્યું હતું કે, યુજીસીની એક સમિતિ એવી ભલામણ કરી છે જે એ સમિતિના મેન્ડેટનો ભાગ જ નથી. કેન્દ્રીય લઘુમતી કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ ભલામણનો વિરોધ કરતા તેને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આ નામોના હોવાથી કોઇ ફેર પડતો નથી અને એવું પણ નથી કે, નામ બદલવાથી તેઓ વધુ ધર્મનિરપેક્ષ થઇ જશે. તેમણે કહ્યું કે, તમામ શિક્ષણ સંસ્થાનો એવા છે જેમના નામમાં હિંદુ, મુસ્લિમ, સિખ, ઇસાઇ અથવા જૈન ધર્મ જોડાયેલો છે પરંતુ તેનાથી કોઇ વધુ ફેર પડતો નથી.
બનારસ અને અલીગઢ યુનિવર્સિટીઓના ‘મુસ્લિમ’ અને ‘હિંદુ’ જેવા નામોને પડતા મૂકો : યુજીસી પેનલ

Recent Comments