ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લીધે વિનાશક દૃશ્યો સર્જાયા છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા જિલ્લામાં હજારો લોકો પૂરના પાણીમાં ફસાઈ જતાં રેસ્કયુ કરીને લોકોને બચાવાઈ રહ્યા છે. તંત્રની રાહ જોયા વિના સ્થાનિક ગ્રામજનોએ જાતે બચાવ કામગીરી હાથ ધરી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પૂરનો પ્રકોપ એટલો હતો કે, રસ્તા, ખેતરો, ઘરો, દુકાનો ચોતરફ પાણી ભરાઈ ગયા હતા. પરિણામે લોકોએ બચવા માટે સલામત સ્થળે પ્રયાણ શરૂ કર્યું હતું. ભારે વરસાદને લીધે કરફયુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાંચ સાત ફૂટ પાણી ભરાતાં બજારો બંધ રહ્યા હતા. બચાવ માટે હેલિકોપ્ટર આવી પહોંચતા લોકોએ હેલિકોપ્ટરમાં બેસવા માટે રીતસર દોટ મૂકી હતી.
Recent Comments