પ્રાથમિક સર્વેમાં નવા વસાવવાપાત્ર ગામો થરાદ તાલુકોઃ પાવડાસણ, ડુવા, ભોરડું, નાગલા, ડોડગામ, ખાનપુર, જાંણદી, જાંદલા, નાનીપાવડ, મોટીપાવડ, રાહ. ધાનેરા તાલુકોઃ સરાલ વાવ તાલુકોઃ મોરીખા, નાળોદર, ધરાધરા, તીર્થગામ, માડકા, વાવડી. સુઇગામ તાલુકોઃ કાણોઠી, કોરોટી, ભરડવા. લાખણી તાલુકોઃ ધાણા, ધુણસોલ, જસરા, નાણી. ડીસા તાલુકોઃ વરણ કાંકરેજ તાલુકોઃ ખારિયા, ટોટાણા.
હાલમાં આ ગામોની યાદી સત્તાવાર નથી. આ પ્રાથમિક સર્વે છે, તેમાં ગામલોકોની સંમતિ અને ભૌગોલિક સ્થિતિ બાદ યોગ્ય નિર્ણય લેવાશે. જે ગામ સૌથી વધુ પ્રભાવિત છે તેવાં વિસ્તારોને અગ્રિમતાનાં ધોરણે અન્યત્ર વસાવવાં હાલ વિચારણાં ચાલી ્રહી છે.
– દિલીપ રાણા, જિલ્લા કલેકટર બનાસકાંઠા
(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.૧૩
બનાસકાંઠા જિલ્લામાં વિનાશક પૂર અને ભારે વરસાદ બાદ સર્જાયેલી તબાહી દરમ્યાન લોકસંપર્ક કરનારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર અસરગ્રસ્ત ગામોને નવેસરથી વિકસાવવા સૂચન કર્યુ હતું. જેને પગલે જિલ્લા વહિવટી તંત્રએ અસરગ્રસ્ત ગામોની સ્થળ સ્થિતિની તપાસ કરાવી આવા ગામોને નવેસરથી વસાવવા માટેની પ્રક્રિયાનો આરંભ કરાયો છે. આ માટે ૨૮ ગામો પસંદ કરી પ્રાથમિક તબક્કે મુલાકાતો લેવાઇ રહી છે.
વર્ષ-૨૦૧૫માં પૂર આવતાં જિલ્લાના વહિવટી તંત્રે અનેક ફરિયાદો રજૂઆતો અને કોર્ટ કેસોનો સામનો કર્યો હતો. ત્યારબાદ ફરી ૨૦૧૭માં પૂરનાં પાણીએ દહેશત સાથે વિનાશ વેરીને ગામડાઓને તબાહ કર્યા છે. આ પ્રકારની કુદરતી હોનારતોમાં સૌથી વધુ અસરગ્રસ્ત ગામોને નવેસરથી વસાવવા સર્વે કાર્યવાહી ચાલી રહી છે. પૂર હોનારતમાં ભૂતકાળના અનુભવોને ધ્યાને લઇ નદી કાંઠાના અને રકાબી જેવી ભૌગોલિક રચના ધરાવતા ગામોને અલગ તારવવાનું આયોજન છે. પ્રાથમિક તબક્કે ૨૮ ગામોની યાદી તૈયાર કરાઇ છે.
બનાસકાંઠામાં ર૮ ગામો નવેસરથી વિકસાવવા પ્રાથમિક સર્વે હાથ ધરાયો

Recent Comments