(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડેએ આજે પ્રથમ દિવસે સુપ્રીમકોર્ટની કોર્ટ નં.૧માં પોતાના હોદ્દાની કામગીરી શરૂ કરી હતી. આ પ્રસંગે જમૈકાની સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને ભૂતાનની સુપ્રીમકોર્ટના વરિષ્ઠ જજ પણ હાજર હતા. સીજેઆઈ બોબડે જજો સૂર્યકાંત અને બી.આર.ગવઈ સાથે ડાયસ ઉપર બેઠા હતા અને જમૈકાના સીજેઆઈ બ્રાયન સાયકેસ અને ભૂતાનની સુપ્રીમકોર્ટના જજ ક્યુનલે શેરિંગ એમને નીહાળી રહ્યા હતા. વિશ્વના ઘણા દેશોની બંધારણીય કોર્ટમાં પ્રથા છે. (ખાસ કરીને કોમનવેલ્થના દેશોની કોર્ટોમાં) જેમાં એમની બેંચ ઉપર વિદેશી જજોની નિમણૂંક કરાય છે.