(એજન્સી) તા.૧૮
ઈસ્લામ ધર્મને આતંકવાદ સાથે કોઈ સંબંધ નથી ઈસ્લામ એક શાંતિપૂર્ણ ધર્મ છે એમ સિકંદરાબાદના ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેયે જણાવ્યું હતું સાથે જ તેમણે ભારતને અસ્થિર કરવાનો ચીન અને પાકિસ્તાન પર આરોપ મૂક્યો હતો. અહેવાલ મુજબ પુલવામા આતંકવાદી હુમલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ઈન્દિરા પાર્ક પહોંચેલ ભાજપ સાંસદ બંડારૂ દત્તાત્રેયે બેઠકને સંબોધન કરતા ચીન પર એવો આરોપ મૂક્યો હતો કે, ચીન પાકિસ્તાનની મદદથી ભારતને અસ્થિર કરવા પ્રયત્ન કરી રહ્યો છે. પુલવામા આતંકી હુમલો એક કાવતરાનું ઉદાહરણ છે. તેમણે ચીન અને પાકિસ્તાન આતંકવાદીઓને છાવરતા હોવાને દુર્ભાગ્યપૂર્ણ ઠેરવતા કહ્યું કે, ઈસ્લામ ધર્મ અને આતંકવાદ વચ્ચે કોઈ સંબંધ નથી અને ઈસ્લામ ધર્મ શાંતિનો ધર્મો છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતા કિશન રેડ્ડીએ ઈસ્લામ ધર્મ પર આરોપ મૂકતા કહ્યું હતું કે, ધર્મને આધારે જે દેશ બન્યો હતો એ જ દેશ આતંકવાદનું કેન્દ્ર બની ગયો છે.