૧૮૮ રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયા ૧૧ર રનમાં સમેટાયું : સિરીઝ ૧-૧થી બરાબર

 

બેંગ્લોર, તા.૭

ચેતેશ્વર પૂજારા અને રહાણેની લડાયક અર્ધસદી બાદ અશ્વિનની જાદુઈ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેનોએ શરણાગતિ સ્વિકારી લેવા ભારતે બીજી ટેસ્ટના ચોથા દિવસે જોરદાર પુનરાગમન કરતાં ૭પ રને વિજય મેળવી ચાર મેચોની સીરિઝ ૧-૧થી બરાબરી કરી અશ્વિને ૪૧ રનમાં ૬ વિકેટ ઝડપી જેના કારણે ૧૮૮ રનમાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ ૩પ.૪ ઓવરમાં ૧૧ર રનમાં સમેટાઈ ગઈ હતી. અશ્વિને પોતાની કારકિર્દીમાં રપમી વાર ઈનિંગમાં પાંચ અથવા તેનાથી વધારે વિકેટ ઝડપી ઉમેશ યાદવે બે જ્યારે ઈશાન્ત અને જાડેજાએ એક-એક વિકેટ ઝડપી. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન સ્મિથ (ર૮) અને હેન્ડસકોમ્બ (ર૪) જ ર૦થી ઉપર રન બનાવી શક્યા. ટીમે અંતિમ૬ વિકેટ ફક્ત ૧૧ રનમાં ગુમાવી. આજે સવારે ભારતીય ટીમ ચાર વિકેટે ર૧૩ રનની આગળ રમવા ઉતરી પણ હેઝલવૂડ (૬૭ રનમાં ૬ વિકેટ) અને સ્ટાર્ક (બે વિકેટ)ની તોફાની બોલિંગ સામે બીજી ઈનિંગમાં ૯૭.૧ ઓવરમાં ર૭૪ રનમાં સમેટાઈ ગઈ.

ભારત પ્રથમ દાવ : ૧૮૯

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૨૭૬

ભારત બીજો દાવ :

રાહુલ કો.સ્મીથ બો.કીફ    ૫૧

મુકુંદ બો.હેજલવુડ             ૧૬

પુજારા કો માર્શ

બો. હેઝલવુડ       ૯૨

કોહલી એલબી

બો.હેજલવુડ        ૧૫

જાડેજા બો.હેજલવુડ          ૦૨

રહાણે એલબીબો. સ્ટાર્ક     ૫૨

નાયર બો. સ્ટાર્ક  ૦૦

સહા અણનમ       ૨૦

અશ્વીન બો.હેઝલવુડ         ૦૪

ઉમેશ કો. વોર્નર

બો.હેઢલવુડ        ૦૧

ઇશાંત કો. માર્શ બો. કીફ    ૦૬

વધારાના              ૧૫

કુલ         (૯૭.૧ ઓવરમાં ઓલઆઉટ)        ૨૭૪

પતન : ૧-૩૯, ૨-૮૪, ૩-૧૧૨, ૪-૧૨૦.૫-૨૩૮, ૬-૨૩૮, ૭-૨૪૨, ૮-૨૪૬, ૯-૨૫૮, ૧૦-૨૭૪

બોલિંગ : સ્ટાર્ક : ૧૬-૧-૭૪-૨, હેઝલવુડ : ૨૪-૫-૬૭-૬, લિયોન : ૩૩-૪-૮૨-૦, કિફેઃ ૨૧.૧-૩-૩૬-૨, માર્શ : ૩-૦-૪-૦.

ઓસ્ટ્રેલિયા બીજો દાવ :

વોર્નર એલબી

બો. અશ્વિન           ૧૭

રેનશો કો. સહા

બો. ઇશાંત            ૦૫

સ્મિથ એલબી બો. ઉમેશ   ૨૮

માર્શ એલબી બો. ઉમેશ     ૦૯

હેન્ડ્‌સકોંબ કો. સહા

બો. અશ્વિન           ૨૪

માર્શ કો. નાયર

બો. અશ્વિન           ૧૩

વાડે કો. સહા બો. અશ્વિન૦૦

સ્ટાર્ક બો. અશ્વિન ૦૧

કિફે બો. જાડેજા   ૦૨

લિયોન કો એન્ડ

બો. અશ્વિન           ૦૨

હેઝલવુડ અણનમ             ૦૦

વધારાના              ૧૧

કુલ         (૩૫.૪ ઓવરમાં ઓલઆઉટ)        ૧૧૨

પતન : ૧-૨૨, ૨-૪૨, ૩-૬૭, ૪-૭૪, ૫-૧૦૧, ૬-૧૦૧, ૭-૧૦૩, ૮-૧૧૦, ૯-૧૧૦, ૧૦-૧૧૨

બોલિંગ : ઇશાંત : ૬-૧-૨૮-૧, અશ્વિન : ૧૨.૪-૪-૪૧-૬, ઉમેશ : ૯-૨-૩૦-૨, જાડેજા : ૮-૫-૩-૧.