ઢાકા,તા.૧૬
આઈસીસી વર્લ્ડ કપ માટે ક્રિકેટ રમતા દેશો ટીમની જાહેરાત કરી રહ્યા છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડે જાહેરાત કરી. બાદમાં ઓસ્ટ્રેલિયા અને ભારતે ટીમની જાહેરાત કરી. હવે બાંગ્લાદેશે વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ૨ જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે.વર્લ્ડ કપ માટે મશરફે મુર્તજાને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે ટીમના વાઈસ કેપ્ટન ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને બનાવવામાં આવ્યા છે. આ ટીમમાં બાંગ્લાદેશ માટે એક પણ વનેડ નહીં રમનાર અબૂ જાયેદને સ્થાન મળ્યું છે.ઉપરાંત એશિયા કપ બાદ સતત ટીમમાંથી બહાર ચાલી રહેલ બેટ્‌સમેન મોસાદ્દેક હુસૈનને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશની ટીમઃ મશરફે મુર્તજા (કેપ્ટન), તમન ઈકબાલ, મહમૂદુલ્લાહ, મુશફિકુર રહીમ, શકિબ અલ હસન (વાઈસ કેપ્ટન), સૌમ્યા સરકાર, લિટન દાસ, સબ્બીર રહમાન, મેહદી હસન, મોહમ્મદ મિથુન, રુબેલ હુસૈન, મુસ્તાફિજુર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મોસાદ્દેક હુસૈન, અબૂ જાયેદ