(એજન્સી) નવી દિલ્હી,તા.ર૪
અમિત શાહે ગેરકાયદેસર વસાહતીઓ માટે કરાયેલ ઉધઈની ટિપ્પણી સામે બાંગ્લાદેશે સખત વાંધો લઈ નારાજગી દર્શાવી છે. અમિત શાહે એક રેલીમાં કહ્યું હતું કે ગેરકાયદેસર ઘૂસી આવેલ બાંગ્લાદેશી નાગરિકો ઉધઈ સમાન છે. જે આપણા દેશના સ્ત્રોતો ખાઈ રહ્યા છે. ભારતીયોની નોકરીઓ છીનવી રહ્યા છે અત્રે એમને ઓળખીને આ દેશમાંથી બહાર ફેંકીશું. બાંગ્લાદેશના માહિતી ખાતાના પ્રધાન હસનુલ હકે કહ્યું અમિત શાહની ટીપ્પણી અનપેક્ષિત છે. બાંગ્લાદેશીઓ માટે ઉધઈની ટીપ્પણી યોગ્ય નથી.
એમણે કહ્યું કે એમને ખબર હશે કે બાંગ્લાદેશીઓ ભારતમાં રહેતા નથી બધા બંગાળી ભાષા બોલતા લોકો બાંગ્લાદેશી નથી જો કે અમે એમના નિવેદનને વધુ મહત્વ નથી આપતા કારણ કે એ ભારતના કોઈ અધિકૃત હોદ્દેદાર નથી. અમને આશા છે કે સરકારનો શાસક પક્ષ અમિત શાહને ખરી માહિતી આપશે. ભારત-બાંગ્લાદેશના સંબંધો બાબત કંઈ પણ કહેવાનો સત્તાવાર અધિકાર એમને નથી. બાંગ્લાદેશ અને ભારતના સંબંધો ખૂબ જ સારા છે. અમારો વિદેશ ંમંત્રાલય આ મુદ્દો ભારત સમક્ષ ઉઠાવશે નહીં. ભારત સરકારે પણ અમારી સાથે આ મુદ્દે કયારે પણ ચર્ચા નથી કરી. અમિત શાહે દિલ્હી અને રાજસ્થાનની રેલીઓમાં કહ્યું હતું કે જો અમે ર૦૧૯માં સત્તામાં આવીશું તો બધા ગેરકાયદેસર વસાહતીઓને અહીંથી પાછા મોકલાવીશું.