(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
નોર્થ ઈસ્ટ વુમન્સ ફન્ટ અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા આધારિત જૂથોએ દિલ્હીમાં કેન્દ્ર સરકાર વિરૂદ્ધ નાગરિકતા બિલ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં અફઘાનિસ્તાનના બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા ગેરકાયદે શરણાર્થીઓ અને બિનમુસ્લિમ એટલે કે, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાનું કહેવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં પ્રદર્શન ઉગ્ર બનતા ઉત્તરી પૂર્વ ભારતના રાજ્યો આસામ અને બીજા અન્ય ભાગોમાં આ બિલના વિરોધને લઈ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. જેમાં આસામના બ્રહ્માપુત્ર ખીણમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘણા બધા આદિવાસી જૂથો અને વંશીપ જૂથોએ આસામમાં નાગરિકતા બિલના વિરોધમાં જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ રજૂઆત કરી હતી. નાગરિકતા બિલના વિરોધમાં આસામ અને અન્ય રાજ્યોના લોકો પાસેથી હસ્તાક્ષર કરાવ્યા સાથે દિલ્હીમાં રહેતા લોકો પાસે પણ હસ્તાક્ષર કરાવી પત્રને સંયુક્ત સંસદીય સમિતિને સોંપવામાં આવ્યો હતો. આસામની મહિલા અધિકારોની કાર્યકર્તા સુમિત્રા હઝારીકએ જણાવ્યું હતું. સંસદના ગલિયારાઓમાં નાગરિકતા મામલે હજારોની સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને બિલ વિરૂદ્ધના પત્રમાં હસ્તાક્ષર પણ કર્યા હતા. ગુવાહાટી હાઈકોર્ટના વકીલ અને આસામના ફિલ્મમેકર જંજમોની દેવી ખન્ડે પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, નાગરિકતા બિલ એક્ટ ૧૯૫૫માં જે જણાવવામાં આવ્યું છે તે ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિકનું લાક્ષણિકતાનું ઉલ્લંઘન કરે છે. ભારતના બંધારણે સાબિત કરી દીધું છે કે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. ધર્મને લઈ કાયદામાં બદલાવ કરવોએ બંધારણના આધારે નાગરિકતા પૂરી પાડવાનું કહે છે તેમણે કહ્યું. લઘુમતી સમુદાયથી આવતા લોકો જો તેઓ હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ જે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવે છે તે બધાને ગેરકાયદે શરણાર્થીઓ તરીકે ન ગણવા. રિપોર્ટમાં પ્રસ્તાવિક તરીકે રોકાયેલા બિલમાં આ રીતે જણાવ્યું છે. જો આ દરખાસ્ત હકીકત બને છે તો આસામ અને ઉત્તર પૂર્વ ભારતમાં લોકતંત્રનું સ્વરૂપ બદલાઈ શકે છે. બાંગ્લાદેશથી ભાગીને આવેલા હિન્દુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા ઉપલબ્ધ છે. આસામ અને બીજા અન્ય ઉત્તર પૂર્વ રાજ્યોની સરહદો બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે અને આમા કોઈ આશંકા નથી કે, બાંગ્લાદેશથી આવેલા ઘણા શરણાર્થીઓ ભારતમાં ગેરકાયદે તરીકે રહી રહ્યા છે. અમે આવા ગેરકાયદે શરણાર્થીઓની ઓળખ કરી તેઓને પાછા તેમના દેશ મોકલવાની માંગ કરી રહ્યા છે. એ પણ કોઈ પણ જાત, નાત, ભેદભાવ વગર પાછા મોકલવા જોઈએ. હિન્દુઓ ભારતીય હોવાની પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે જેનું કારણ એ છે કે, બિલને આધારે ગેરકાયદે આવેલા શરણાર્થીઓની સંખ્યા વધી રહી છે તેણીએ જણાવ્યું વર્ષ ૧૯૮૫માં આસામ અને કેન્દ્ર સરકાર વચ્ચે એક કરાર થયો હતો. જેના પરિણામે માર્ચ ૧૯૭૧ બાદથી રાજ્યમાં આવનાર તમામ ગેરકાયદેસર શરણાર્થીઓને વિદેશી સાબિત કરી રાજ્યથી નીકાળી દેવામાં આવ્યો હતો. ૧૯૭૧ પછી લાખો બાંગ્લાદેશી હિન્દુ આસામમાં આવી વસી ગયા હતા. કેટલાક અનુમાનો મુજબ ૧૯૭૧ બાદ આશરે ર૦ લાખ બાંગ્લાદેશી હિન્દુ ગેરકાયદેકીય રીતે આસામમાં આવીને રહેવા લાગ્યા. સ્થાનિય આદિવાસી વસ્તી અને આસામના મૂળ લોકોનું કહેવું છે કે, આ બિલ જો બની ગયું તો બાંગ્લાદેશથી લાખો હિન્દુ આવી આસામમાં રહેવાનો પ્રયાસ કરશે અને અહીયા મૂળ વસ્તી જ લઘુમતીઓમાં બદલાઈ જશે.