ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર કન્ફિડ્રેશનના ઈન્ડિયન બેંક એસોસિએશને બેંક ઓફિસરોના વેતન રિવિઝન (મેન્ડેડ) બાબતે અપનાવેલી ડિવાઈડ એન્ડ રૂલની નીતિના વિરોધમાં રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ આજે દેખાવો-સૂત્રોચ્ચાર કર્યા હતા અને બેંક કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. જેને લીધે લાખો રૂપિયાના બેંકિંગ વ્યવહારો ઠપ થઈ જવા પામ્યા હતા. હડતાળ દરમ્યાન કેટલીક જગ્યાએ માત્ર બેંકો બંધ થઈ રહી હતી. જ્યારે આગામી તા.ર૬મીના રોજ પણ બેંક કર્મચારી યુનિયન દ્વારા દેશ વ્યાપી હડતાળ જાહેર કરવામાં આવી છે.