અમદાવાદ, તા. ર૮
બારદાન કૌભાંડ મામલે પોલીસે ૨ મીલમાંથી ૩૬૭૯ બારદાન કબ્જે કર્યા છે. દહીંસરડાની અંજલી ઓઈલ મિલ અને નેકનામની ચંદન ઓઈલ મીલમાંથી બારદાન જપ્ત કરવામાં આવ્યાં છે. મહેશ પ્રધાન અને અરવિંદ ઠક્કરે આ બારદાર મગન ઝાલાવાડિયા પાસેથી ખરીદ્યા હતાં. બંને ઓઈલ મિલનાં માલિકોએ ઝાલાવાડીયા પાસેથી કુલ ૩૦ હજાર ૮૦૦ બારદાન ખરીદ્યા હતાં. જો કે તેમાંથી માત્ર ૩૬૭૯ બારદાન જ ઝડપાયાં છે. બાકીનાં બારદાન ઓઈલ મિલનાં માલિકોએ ખોળ ભરીને વેચી દીધાં હોવાંની પણ કબૂલાત કરી છે. ત્યારે આ મામલે પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે, ત્યારે રાજકોટમાં બારદાન કૌભાંડને લઈને હવે પોલીસ તપાસનો ધમધમાટ યથાવતપણે શરૂ છે અને પોલીસે મગન ઝાલાવડિયાએ વેચેલા બારદાન બે મિલમાંથી જપ્ત કર્યા છે. પોલીસે દહીંસરડાની અંજલી ઓઈલ મિલ અને નેકનામ ગામની ચંદન ઓઈલ મિલમાં પોલીસ પહોંચી હતી અને બે ઓઈલ મિલમાંથી બારદાન કબજે કર્યા છે. ઉલ્લેખનીય છે કે, મગન ઝાલાવાડીયાએ મહેશ પ્રધાન અને અરવિંદ ઠક્કરને ૩૦ હજાર ૮૦૦ બારદાન વેચાણ કર્યાં હતાં. જ્યારે બાકીનાં બારદાન ખોળનો જથ્થો ભરીને બારદાન વેચી મારીયાની મિલ માલિકોએ પોલીસ સમક્ષ કેફિયત રજૂ કરી હતી. જો કે, હવે ખોળ જે વેપારીઓને વેચવામાં આવ્યાં છે ત્યાંથી તે બારદાન ખાલી કરીને તે બારદાન કબજે કરવાની કાર્યવાહી કરવાની પણ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે.