(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૬
હાલમાં જ શરૂ થયેલા વડોદરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હજ્જ તથા ઉમરાહ પર જતા હાજીઓ માટે ફલાઈટ શરૂ કરવાની માંગણી સાથે શહેરનાં સામાજીક કાર્યકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગણી કરી છે.
સામાજીક કાર્યકર ફારૂકભાઈ મેમણ (સોની)એ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં જ વડોદરા ઈન્ટરનેશનલ એરપોર્ટની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વડોદરાથી હજ્જ યાત્રાએ તથા ઉમરાહ પર જતા હજયાત્રીઓ માટે તેમજ દુબઈ સહિત અન્ય દેશોમાં જતા લોકો માટે વહેલી તકે ફલાઈટ શરૂ કરવી જોઈએ. વડોદરાનાં હજયાત્રીઓને હાલ અમદાવાદ કે મુંબઈ સુધી લાંબા જવુ પડે છે ત્યારે જો વડોદરાથી જ ફલાઈટ શરૂ થાય તો વડોદરાનાં હાજીઓને ઘણી રાહત મળી શકે છે તેવી માંગણી કરી છે.